________________
દેશાંતર કરે, કે સંસારાંતર કરે પણ તે સર્વ વ્યર્થ જાય છે. વળી આ કળિયુગમાં ભાઈ તારો પરિવાર પણ વૃદ્ધાવસ્થામાં તારું કેવું પાલન કરશે એ તો તારું પુણ્ય જ જાણે, બાકી તને ક્યાં અનુભવ નથી ? છતાં મમત્વનો ભરડો એવો છે કે જીવ એમ ધારી લે છે, કે માાં પુત્રાદિ તો દેવ જેવાં છે, મારા પર સ્નેહ રાખે છે, મારું પાલનપોષણ કરશે.
કદાચ તને પુણ્યયોગે સ્રી, પુત્ર, મિત્ર ગુણવાન મળ્યાં હોય તોપણ મમતા કરવાથી તારું હિત નથી. એ સૌ ગુણવાન હોય તો તેમનો સાથ લઈ ધર્મ-આરાધન કરજે, તો સ્વ-પર હિત થશે.
વળી પુણ્યયોગે તને ધન મળ્યું હોય તો તેનો સદ્ઉપયોગ કરજે. જે રીતે પાપથી છૂટાય તે રીતે છૂટવાનો ભાવ રાખજે અને પુરુષાર્થ કરજે.
મમત્વત્યાગ એ જ વૈરાગ્ય છે. વૈરાગ્યના ભાવને પ્રબળ રાખવા, તેમાં કંઈ છિદ્ર ન પડે માટે તત્ત્વજિજ્ઞાસાને ઝબકતી રાખજે. આત્માદિ તત્ત્વને યથાર્થપણે જાણીને, ભેદજ્ઞાનનો વિવેક રાખજે. વૈરાગ્યને ટકાવવા આશ્રવનો ત્યાગ અને સંવર નિર્જરાને આરાધજે
સ્વ-પરના ભેદજ્ઞાનનો વિવેક પ્રગટ્યો એટલે પ્રજ્ઞા જ પ્રગટી. એ પ્રજ્ઞા વડે દેહ અને જીવના મમત્વનું એકત્વ તૂટે છે. ત્યાં જીવને સ્વરૂપના આનંદની અનુભૂતિ થાય છે. નિજાનંદની મસ્તી તેને પૂર્ણતા સુધી લઈ જાય છે. મહાત્માઓ અધ્યાત્મરસ વડે આ વૈરાગ્યને સેવે છે. અથવા કહો કે વૈરાગ્યનું સાચું ફળ જ અધ્યાત્મનું સુધા પાન છે. અમૃત મળ્યા પછી કોણ મૂર્ખ વિષપાન કરે ? કવણ નર કનકણિ છોડી તૃણ સંગ્રહે ? કવણ કુંજર (હાથી) તજી કરહ (ઊંટ) લેવે ?
પ્રબંધ ૩જો
અધિકાર ૮મો
મમત્વ-ત્યાગ (મમતા નિરાકરણ)
મમતાનો ત્યાગ કરવાનું, મમતાનું સમતામાં પરિવર્તિત કરવાનો ઉપાય વૈરાગ્ય છે. વળી વૈરાગ્યની સ્થિરતા માટે મમત્વનું નિરાકરણ
Jain Education International
૧૧૬
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org