________________
. મમત્વયામ પ્રસ્તુતિ
વિષયથી વિરક્તિના ફળરૂપે થયેલો રિાગ્યનો ભાવ વીતરાગતાની ચરમસીમાએ ન પહોંચે ત્યાં સુધી સાધકને નિરંતર જાગૃત રહેવાનું છે; નહિ તો મમતાનું વાવાઝોડું ક્યારેક વૈરાગ્યને પવનને સુસવાટે ચઢાવી દે છે. ત્યારે દીર્ઘકાળનો સેવેલો વૈરા ય પણ વ્યર્થ થઈ જાય છે. યદ્યપિ જે સાધકમાં જ્ઞાન સહિત વૈરાગ્ય હોય છે તે તો મમતાના વાવાઝોડાથી ડગી જતો નથી.
વૈરાગ્ય એ સાધકનું અનુષ્ઠાન છે. તેની પ્રબળતા તત્ત્વજિજ્ઞાસા, જિનાજ્ઞા, ઉપશમ અને વિવેક પર આધારિત છે. જે સાધક આવા ગુણોથી અભિભૂત થયેલા છે, તે મમત્વના પ્રકારોનો પરિહાર કરી શકે છે. તે માટે જીવે ઉત્કૃષ્ટ ભાવનાઓને ધારણ કરવી આવશ્યક
સંસારી જીવ મમત્વને આધીન એમ માને છે કે ઓહો ! આ જગતમાં મારે કેવા સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરેનો યોગ છે, અને હું તેમના વડે સુખી છું, આવી મમતાથી બંધાયેલા જીવ અજ્ઞાની છે.
વૈરાગ્યવાસી જીવ તો વિચારે છે કે હું એકલો જ આવ્યો છું અને એકલો જ જવાનો છું. સ્ત્રી, પુત્રાદિ ક્યારે પણ મારાં થયાં નથી. નજીકમાં રહેલો આ દેહ જ મારો નથી, તો પછી આ ધન, માલ, માતા, પિતા તો મારાં થઈ શકે તેમ નથી. સ્વજન માનીને જેને હું સુખી કરવા પ્રયત્ન કરું છું તે સૌ મારી સાથે સ્વાર્થથી બંધાયેલાં છે.
દેહ, સ્ત્રી, પુત્ર કે સ્વજન પર આરોપ મૂકીને, જીવ તેમને સુખી કરવાના વિકલ્પથી જે કંઈ માયા-પ્રપંચ સેવીને કર્મ બાંધે છે, તે ભોગવવાનું તેના એકલાના ભાગ્યમાં આવે છે. તેમાં કોઈ ભાગ પડાવી શકે તેવું સરનામું આપીને કોઈ જીવ જઈ શકતો નથી.
મમતા, મોહ, રાગ આ પર્યાયવાચી શબ્દો છે. જ્યાં સુધી આ મમત્વનો ફાંસલો છૂટે નહિ ત્યાં સુધી ભલે વેષાંતર કરે,
વૈરાગ્ય વિષય : ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org