________________
ભાવાર્થ: આ વિશ્વમાં નિઃસ્પૃહ મોક્ષાર્થીનું – યોગીનું વૈરાગ્યના ગુણો વડે ઉત્તરોત્તર પરિણામની વૃદ્ધિ પામતું પૂર્ણ મન હોય છે. તેવા શુદ્ધ સ્વભાવવાળા યોગીઓને મોક્ષરૂપી લક્ષ્મીને શોધવા જવું પડતું નથી. પરંતુ સ્વયં મોક્ષરૂપી લક્ષ્મી જ તેમને વરવા તેમની સમીપ આવે છે.
આ અધિકારને પૂર્ણ કરતા ગ્રંથકારે શ્લોકમાં પોતાનું “યશ” નામ સૂચવી પોતાનું શ્રેય ઇચ્છવું છે.
ઇતિ વૈરાગ્ય વિષયાધિકાર પૂર્ણ.
“સામ્યભાવની સાધના એટલે આ ચાર ભાવનાઓ !
આ મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી તમે ભાવિત થયા એટલે સામ્યભાવ સિદ્ધ થયો સમજો. એટલે, જો તમારે સામ્યભાવ સિદ્ધ કરવો છે તો આ ચાર ભાવનાઓ ભાવતા રહો.
- સહુ જીવોનું હિત થાઓ, કલ્યાણ થાઓ. - સહુ જીવોનું સુખ જોઈને હું રાજી છું. – સહુ જીવોના દુઃખો નાશ પામો. – સહુ જીવોના દોષો – પાપો દૂર થાઓ.
પ્રતિદિન ત્રિકાળ આ ભાવનાઓ ભાવો. સર્વ જીવો પ્રત્યે તમારા ભાવ નિર્મળ બનશે. “આત્મવત્ સર્વભૂતેષની ભાવના ચરિતાર્થ બનશે !”
સામ્યશતકમાંથી
૧૧૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org