________________
ભાવે છે. તેમને કામ વડે
જ નથી. શુદ્ધભાઈ
ચંદનના લેપનો વિધિ આનંદ આપતો નથી. વળી નિરંતર નિર્મળપણાને પામેલા તેઓને જળસ્નાનની વિધિ પણ વ્યર્થ લાગે છે.
ભાવાર્થ: રાગાદિ વિભાવની પ્રવૃત્તિથી જેમનું મન નિવૃત્ત છે, સંતાપરહિત છે, તેમને ચંદનના લેપની વિધિ આનંદ આપતી નથી. અને નિરંતર તપ અને સંયમ વડે શુભભાવ વડે નિર્મળ હોવાથી તેમને શારીરિક સ્નાનની પણ જરૂર પડતી નથી. શુદ્ધભાવને સેવતા યોગીજનોને શારીરિક મલિનતા હોતી નથી. [१९८] गणयन्ति जनुः स्वमर्थव-सुरतोल्लाससुखेन भोगिनः ।
મલનાદિષો પ્રમૂર્ખના-મતુત્ય તુ તવ લોગિનઃ મૂલાર્થઃ ભોગીજનો વિષયસુખના વિલાસ વડે પોતાના જન્મની સફળતા માને છે, યોગીજનો તેવા સુખને કામદેવરૂપી સર્પના વિષની ઉગ્ર મૂછરૂપ વ્યાધિ માને છે.
ભાવાર્થ : ભોગીજનોને વિષયના ભોગ-ઉપભોગની ક્રિયા પ્રિય હોય છે. તેથી મૈથુનાદિ સેવનના સુખ વડે પોતાના જન્મને સાર્થક માને છે. યોગીજનો તેથી વિપરીત ચાલે છે. યોગીજનો વિષયને સર્પના વિષ જેવું માને છે. સર્પદંશથી સમગ્ર શરીર મૂછ પામે છે, તે વ્યાધિતુલ્ય છે. તેમ વિષયસુખ પણ વ્યાધિતુલ્ય છે. તેમ તેઓ દૃઢપણે માને છે. [१९९] तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम् ।
परलोकसुखेऽपि निःस्पृहाः परमानन्दरसालसा अमी ॥ १७ ॥ મૂલાર્થ ઃ તેથી કરીને આ લોકસંબંધી કોઈ પણ પદાર્થો વિરક્ત ચિત્તવાળા મુનિઓને આનંદ માટે થતા નથી. વળી અંતરમાં પરમાનંદના રસ વડે અન્ય વિષયથી વિરક્ત થવાથી મુનિઓ પરલોકના સુખ વિષે પણ નિસ્પૃહપણે વર્તે છે.
ભાવાર્થ : આ પ્રમાણે વિરક્ત પરિણામવાળા હોવાથી તે યોગીશ્વરોને શબ્દાદિક વિષયો, ચક્રવર્તીનાં સુખો પણ લોભાવતાં નથી, કારણ કે તેઓ પોતાના આત્મામાં સર્વ પ્રકારે પરિપૂર્ણ હોવાથી સ્વાભાવિક સુખને પામ્યા છે. પોતાના જ આત્મસ્વરૂપના
વૈરાગ્ય વિષય : ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org