________________
અનુભવ વડે ઉત્પન્ન થયેલો આનંદ અને વિભાવની નિવૃત્તિરૂપ સંતોષ છે, અન્ય વિષયમાં વિરક્ત હોવાથી તેમને પરલોકના સુખની પણ સ્પૃહા નથી. [૨૦૦] મનોવિજ્ઞાતિમત્સ-શ્વરવાથવિધુરઃ સુર મરિ |
विषमिश्रितपायसानवत्, सुखमेतेष्वपि नैति रम्यताम् ॥१८॥ મૂલાર્થ : દેવતાઓ પણ મદ, મોહ, વિષાદ અને મત્સરરૂપ જ્વરની પીડાથી વિધુર થયેલા હોય છે. તેથી વિષયોથી મળતું તેમનું સુખ પણ વિષ મિશ્રિત થયેલા પાયસાન્નથી જેમ સુંદરપણાને પામતું નથી.
ભાવાર્થ : યોગીજનો નિઃસ્પૃહ છે, અરે ! દેવોને પણ પૌગલિક ઋદ્ધિની પ્રાપ્તિ વડે થતો ગર્વ, વિમાન, અલંકાર અને દેવાંગનાઓ પરની મૂછ, પોતાથી અધિક પદવીવાળાથી થતા અપમાનનો ખેદ, અન્યની ઋદ્ધિ જોઈને ઉત્પન્ન થતી દીનતા કે ઈર્ષા, આવા દોષોરૂપી
જ્વરની પીડાથી તેઓ વ્યાકુળ થયેલા છે. તેથી તેમનું સુખ પણ વિષથી મિશ્રિત થયેલા દૂધપાક જેવું છે, જેના સેવનથી જીવિત નાશ પામે છે. વળી દેવલોકમાંથી ચ્યવન થતાં તે દેવોને પ્રાય સ્ત્રીના ઉદરમાં ઉત્પન્ન થવું પડે છે. તેથી તે સુખ પણ દુઃખરૂપ જ છે. તેમની દશા વિધુર પુરુષ જેવી થાય છે. [૨૦] વિM વહિના, વરંવાધ્વનિતરી પિત્તેન યત |
- ત્રિદશર્વિવિરુ માથતે, ઘટતે તત્ર વર્ષ સુસ્થિતિઃ | 99 II
મૂલાર્થ : ઘણા અશ્રુરૂપી વાયુએ પ્રદીપ્ત કરેલા સ્ત્રીઓના વિરહ અગ્નિ વડે દેવતાઓ સ્વર્ગમાં પણ દુઃખ પામે છે. તો પછી દેવલોકમાં સુખનું સ્થાન કેમ ઘટી શકે ?
ભાવાર્થ : જીવો માને છે કે કદાચ સ્વર્ગલોકના દેવો તો સુખી હશે ને ? પણ ભાઈ દેવો દેવાંગનાના વિરહ અગ્નિથી એવા દુઃખી થાય છે કે જાણે અશ્રુરૂપી વાયુએ દાવાનળ ઉત્પન્ન ન કર્યો હોય ? એવા સળગતા દેવલોકમાં સુખનું સ્થાન કેમ હોઈ શકે ?
૧૧૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org