________________
[१९५] मधुरं रसमाप्य निष्पते-द्रसनातो रसलोभिनां जलम् ।
परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो द्दशोर्जलम् ॥१३॥ મૂલાર્થ : મધુરરસને પામીને રસલુબ્ધ જનોની જિલ્લામાંથી પાણી ઝરે છે. અને તેથી વિરક્ત થયેલાને તો વિપાકનો ભય જણાવાથી આંખમાંથી અશ્રુજળ ઝરે છે.
ભાવાર્થ : અહો મીઠાઈ આદિના મધુરરસના લોલુપ જીવને તે પદાર્થ જોતાં કે સાંભળતાં મુખમાં પાણી ઝરે છે. પરંતુ વિરક્ત આત્મસાધક જીવને તો તે તે વિષયોના વિપાકના ભયથી આંખમાંથી જળ ઝરે છે, કે આ વિષયોના દુઃખદાયક ફળ પ્રાપ્ત થતાં જીવની કેવી દુર્ગતિ થશે ? [१९६] इह ये गुणपुष्पपूरिते, धृतिपत्नीमुपगुह्य शेरते ।। विमले सुविकल्पतल्पके, क बहिःस्पर्शरता भवन्तु ते॥१४॥
સ્પર્શેન્દ્રિયનો વિષય મૂલાઈ : આલોકને વિષે જેઓ ગુણરૂપી પુષ્યો વડે પૂર્ણ અને નિર્મળ એવા સુવિકલ્પરૂપી પત્યેકને વિષે ધૃતિરૂપી પ્રિયાને આલિંગન કરીને સૂએ છે. તેઓ બાહ્ય સ્પર્શમાં આસક્ત થતાં નથી.
ભાવાર્થ : જગતના મોહાંધ જીવો ક્યાં અટક્યા છે, અથવા સાધક પણ ઉદયકાળ ક્યાં ચૂકી જાય છે તે જણાવવા લોકદષ્ટિ યુક્ત દૃષ્ટાંત આપીને જણાવે છે કે,
આ લોકને વિષે જે યોગીશ્વરો જ્ઞાન, શ્રદ્ધા, ક્ષમા, અને સંતોષ જેવા ગુણોરૂપી પુષ્પો વડે નિર્દોષ છે, વળી શુભ અધ્યવસાયરૂપી પલંગને વિષે જેમનું સ્થાન છે, ચિત્તમાં સંતોષ છે, વ્રતાદિ વડે સ્થિરતારૂપી જે પત્ની પામ્યા છે. તેમના પાપસમૂહનો નાશ થાય છે. તેવા યોગીશ્વરોને પૌગલિક કે બાહ્ય શયા, સ્ત્રી, કે પુરુષ જેવા અન્યોન્ય પદાર્થોમાં પ્રીતિ થતી નથી. [१९७] हृदि निवृतिमेव बिभ्रतां, न मुदे चन्दनलेपनाविधिः ।
विमलत्वमुपेयुषांसदा, सलिलस्नानकलाऽपि निष्फला ॥१५॥ મૂલાર્થઃ હૃદયને વિષે નિવૃત્તિને ધારણ કરનારા મુનિઓને
૧૦૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org