________________
ભાવાર્થ : અર્થાતુ શુદ્ધ આચરણ વડે પ્રગટ થયેલ શીલરૂપી સૌરભસુવાસ નિરંતર આત્મભાવમાં મહેકે છે. આત્માને અહિતકારક વિભાવરૂપી શત્રુ કે રાગાદિક પરિણામ શીલના પ્રભાવથી તે સુવાસને નષ્ટ કરતો નથી. માટે શુદ્ધ આચારનું પાલન તથા શીલ અને બ્રહ્મચર્ય આદિ ગુણોનો જ વિદ્વાનો આદર કરે છે. અન્યને વિષે પ્રીતિ કરતા નથી. [१९३] मधुरैर्न रसैरधीरता, कचनाध्यात्मसुधालिहां सताम् ।
अरसैः कुसुमैरिवालिनां, प्रसरत्पद्मपरागमोदिताम् ॥ ११ ॥ મૂલાર્થઃ વિકસ્વર કમળના પરાગ વડે આનંદ પામનારા ભ્રમરોને રસરહિત પુષ્પોની જેમ અધ્યાત્મરૂપી અમૃતનું આસ્વાદન કરનારા સતપુરુષોને પૌલિક મધુરરસ વડે બેઈ પણ ઠેકાણે આતુરતા થતી નથી.
ભાવાર્થ : પદ્મકમળના યોગથી તૃપ્ત થયેલા ભ્રમરો નિરસ પુષ્પના સંયોગમાં આસક્ત થતા નથી. તેમ અધ્યાત્મરૂપી રસથી તૃપ્ત થયેલા યોગીજનો દૂધ, સાકર, મેવા, મીઠાઈ જેવા બાહ્ય રસવાળા પદાર્થોમાં આસક્ત થતા નથી. [१९४] विषमायतिभिर्नु किं रसैः, स्फुटमापातसुखैर्विकारिभिः ।
नवमेऽनवमे रसे मनो, यदि मग्नं सतताऽविकारिणी ॥१२॥ મૂલાર્થ : જો નિરંતર વિકાર રહિત અને દોષ વર્જિત એવા નવમા શાંતરસને વિષે ચિત્ત મગ્ન થયું હોય તો પરિણામે ભયંકર માત્ર ભોગકાળે જ ક્ષણિક સુખકારક અને વિકારવાળા રસોવડે કોઈ લાભફળ નથી.
ભાવાર્થ : શૃંગારાદિ નવ રસોમાં એક શાંતરસ જ નિરંતર અવિકારી અને દોષરહિત છે. તે રસાધિરાજમાં જેનું મન મગ્ન થયું છે, તેને અન્યત્ર કંઈ પ્રયોજન નથી.
માત્ર ભોગકાળે જ સુખાભાસરૂપ ક્ષણિક સુખ, અને જીવના પરિણામને દૂષિત કરનાર, દેહમાં વિપર્યાસ બુદ્ધિ કરાવનારા એવા શૃંગારાદિ રસોથી આત્મહિતનું કોઈ યોગીજનોને પ્રયોજન સિદ્ધ થતું
નથી.
વૈરાગ્ય વિષય : ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org