________________
[१९०] गतिविभ्रमहास्यचेष्टितै - र्ललनानामिह मोदतेऽबुधः । सुकृताद्रिपविष्वमीषु नो, विरतानां प्रसरन्ति दृष्टयः ॥ ८ ॥
મૂલાર્થ : સ્ત્રીઓની ગતિ, વિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓ વડે અજ્ઞાની મોહાંધ પ્રાણી આનંદ પામે છે. પરંતુ સુકૃતરૂપી પર્વતને વિષે વજ્ર સમાન એવા એ સ્ત્રીઓના ગતિ આદિ ચેષ્ટાઓ પ્રત્યે વિરક્ત જનોની દૃષ્ટિ પ્રસરતી નથી.
-
ભાવાર્થ : સ્ત્રીની સુંદર ચાલ, અલંકારો વડે કરેલો શરીરનો વિલાસ, હાસ્ય તથા કટાક્ષયુક્ત ચેષ્ટાઓ વડે અંગભંગી વડે અજ્ઞાની જીવ હર્ષ પામે છે. પરંતુ આત્મતિકા૨ક ધર્મનું આરાધન કે શુભકર્મ કરવાવાળો સંયમી તેનાથી ચલિત થતો નથી. તે જાણે છે કે સ્ત્રી-પુરુષના અન્યોન્ય સંસાર-સુખોના લોભથી ધર્મારાધનરૂપી દુઃખે આરોહણ થઈ શકે તેવા પર્વતનો સંસારની અલ્પભાષા વડે વિનાશ થાય છે. આથી તેઓ તે પ્રત્યે દૃષ્ટિ કે વૃત્તિ કરતા નથી. [१९१] न मुदे मृगनाभिमल्लिका लवलीचन्दनचन्द्रसौरभम् । विदुषां निरुपाधिबाधित - स्मरशीलेन सुगन्धिवर्ष्मणाम् ॥ ९ ॥ ઘ્રાણેન્દ્રિયનો વિષય
મૂલાર્થ : ઉપાધિરહિત પણ કામદેવને બાધ કરનાર શીલ વડે સુગંધી શરીરવાળા વિદ્વાનોને કસ્તૂરી, મલ્લિકા, લવલી, ચંદન અને ઘનસારની સુગંધ હર્ષ આપતી નથી.
ભાવાર્થ : વાસ્તવમાં આત્માર્થીને શરીરને વિષે ઉપયોગમાં આવતા સુગંધી પદાર્થોની આવશ્યકતા નથી, કારણ કે આત્મસ્વરૂપી વિદ્વાનોને ઉપાધિ રહિત, તથા કામદેવને બાધ કરનારા, વિષયવૃત્તિનો નાશ કરનાર શીલ, શુદ્ધ આચાર અને બ્રહ્મચર્યની સુવાસરૂપ સામર્થ્ય જ આનંદ આપે છે. [૧૧૨] ૩૫યોગમુપતિ ચિર, હરતે યંત્ર વિમાવમાતઃ ।
न ततः खलु शीलसौरभा - दपरस्मिन्निह युज्यते रतिः ॥१०॥ મૂલાર્થ : જે ચિરકાળ સુધી ઉપયોગને પામે છે. જેને વિભાવરૂપી વાયુ હરણ કરતો નથી. તે શીલરૂપી સુવાસ વિના આ જગતમાં અન્યને વિષે રતિપ્રીતિ કરવી યોગ્ય નથી.
Jain Education International
૧૦૬ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org