________________
પુરુષને તે પ્રત્યક્ષ કે પરોક્ષ વિષયો વિકાર કરતા નથી. જેમ અમૃતને સેવનારને વિષપ્રયોગ કંઈ કરી શકતો નથી. [१८५] सुविशालरसालमजरी-विचरत्कोकिलकाकलीभरैः ।
किमु मायति योगिनां मनो, निभृतानाहतनादसादरम् ॥ ३ ॥ મૂલાર્થ : શબ્દનો વિષય સ્થિર અને આઘાત રહિત એવા ઓંકારાદિ ધ્વનિને વિષે આદરવાળું યોગીજનોનું મન વિશાલ આમ્રવૃક્ષની મંજરીને વિષે ભમતા કોકિલના મધુર ધ્વનિ વડે શું આનંદ પામે ? ન જ પામે.
ભાવાર્થ ઃ મહાકાય આમ્રવૃક્ષની મંજરીને વિષે મુગ્ધ એવી કોકિલના મધુર સ્વરો યોગીને કર્ણપટ પર પડવા છતાં, તેઓ ઓંકારાદિના અનાહત નાદમાં લીન હોવાથી તેઓને તે મધુર સ્વરો કંઈ અસર કરતા નથી. તે પ્રત્યે તેમનું ધ્યાન જતું નથી. [१८६] रमणीमूदुपाणिकङ्कण-क्वणनाकर्णनपूर्णधूर्णनाः ।
अनुभूतिनटीस्फुटीकृत – प्रियसङ्गीतरता न योगिनः ॥ ४ ॥ મૂલાર્થઃ અનુભવરૂપી નદીએ પ્રગટ કરેલા મનોહર સંગીતમાં આસક્ત થયેલા યોગીઓ, સ્ત્રીઓના કોમળ હસ્ત પરના કંકણોના ધ્વનિથી કદી પણ પ્રીતિવાળા થતા નથી.
ભાવાર્થ : સંસારના વિષયોમાં આસક્ત પુરુષ સ્ત્રીના હસ્તને શોભાવનારા કંકણના સ્વરમાધુર્યથી આસક્ત થાય છે. પરંતુ વૈરાગી યોગીજનોના કર્ણને તે ધ્વનિથી ભરપૂર ભરવામાં આવે તોપણ પ્રાપ્ત થયેલા અનુભવયુક્ત અનાહત નાદને કારણે તેમાં પ્રીતિવાળા થતા નથી. [૧૭] તનાવ ન શુદ્ધતાં , તનની પશ્ચમચીસિયોનના |
यदियं समतापदावली-मधुरालापरतेन रोचते ॥ ५ ॥ મૂલાર્થ : સ્ત્રીઓના પંચમ સ્વરનો મનોહર નાદ શુદ્ધ ચિત્તવાળા પુરુષોની ખલનાવાળો થતો નથી. કેમ કે સમતાનાં વાક્યોથી મધુર આલાપને વિષે પ્રીતિવાળા તે મુનિને તે નાદ રુચિકર થતો નથી.
ભાવાર્થ યોગીજનો સમતાના સ્વરૂપમાં અને શાસ્ત્રનાં વચનોની
૧૦૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org