________________
પ્રબંધ રજો
અધિકાર ૭મો
વૈરાગ્ય વિષય
ગાય કરો ક છે, કારણ
વૈરાગ્યના ભેદ જણાવ્યા પછી હવે ગ્રંથકાર વૈરાગ્યના વિષયનો વિસ્તાર કરે છે. [१८३] विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रवर्तते ।
अपरं प्रथमं प्रकीर्तितं, परमध्यात्मबुधैर्दितीयकम् ॥ १ ॥ મૂલાર્થ : વિષયોને વિષે અને ગુણોને વિષે એમ બે પ્રકારે આ વૈરાગ્ય પૃથ્વીને વિષે પ્રવર્તે છે. તેમાં અધ્યાત્મના પંડિતોએ પહેલાને અપર (ગૌણ) અને બીજાને પર (મુખ્યપ્રધાન) કહ્યો છે.
ભાવાર્થ : વિષયના ભેદથી હવે વૈરાગ્યના બે પ્રકાર બતાવે છે. ૧. વિષયોથી વિરક્તિ. સ્પર્શ, રસ, ગંધ. વર્ણ તથા શબ્દાદિ પાંચ પ્રકારના વિષયો પ્રત્યે નિસ્પૃહપણું તે વૈરાગ્ય છે, છતાં આ પ્રકારની અધ્યાત્મ અપેક્ષાએ ગૌણતા છે, કારણ કે તે પરલક્ષી છે. સામાન્ય મનુષ્ય પણ વિષયનો ત્યાગ કરતા હોય છે.
૨. તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓ છતાં મુનિ તે પ્રત્યે ઉપેક્ષા સેવે છે. અર્થાત્ એમનો ગુણ વૈરાગ્ય હોવાથી સ્વલક્ષી છે તેથી મુખ્ય છે. અને ગુણયુક્ત વૈરાગ્ય રાગાદિનો નાશ કરનાર હોવાથી અધ્યાત્મના પક્ષવાળો છે. કેવળ વિષયથી વિરક્તિ તે વૈરાગ્ય નથી. પરંતુ અંતરંગની નિર્મળતા તે વૈરાગ્ય છે. [१८४] विषया उपलम्भगोचरा अपि चानुश्रविका विकारिणः ।
न भवन्ति विरक्तचेतसां, विषधारेव सुधासु मजताम् ॥ २ ॥ મૂલાર્થ : પ્રાપ્તિના વિષયવાળા (આ લોકના) તથા શાસ્ત્રાદિકથી શ્રવણ કરેલા એવા વિષયો, અમૃતમાં નિમગ્ન થયેલાને વિષધારાની જેમ વિરક્ત ચિત્તવાળાને વિકાર કરનારા થતા નથી.
ભાવાર્થ ઃ આ લોકમાં જીવોને માટે પ્રત્યક્ષ અનુભવમાં આવતા વિષયો અને ગુરૂપદેશથી કે શાસ્ત્રશ્રવણથી સાંભળેલા ચક્રવર્તી, ઈદ્ર તથા સ્વર્ગલોકના વિષયો તરફ પણ જેનું ચિત્ત ઉદાસીન છે તેવા
વૈરાગ્ય વિષય : ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org