________________
નિરાહારી શરીરના ટળે છે વિષયો છતાં રસ રહી જતો તેમાં, તે ટળે પેખતા પરમ. (ગીતા)
પરમતત્ત્વ સાથેની નિગૂઢતા વગર જીવને લાગેલા વિષયના સૂક્ષ્મ સંસ્કારો ટળવા દુષ્કર છે.
પ્રીતિ અનંતી પર થકી જે તોડે તો તે જોડે એહ, પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ.
વૈરાગ્યમાં સુખ છે. વૈરાગ્યથી સુખ છે. વૈરાગ્ય દ્વારા સુખ છે. એવું નિશ્ચયબળ તને વિષયોથી વિરક્ત કરશે, કષાયોથી મુક્ત કરશે, અને આહારાદિ સંજ્ઞાઓથી દૂર રાખશે. છતાં આ વૈરાગ્ય પરાશ્રયી છે. વૈરાગ્ય એ આત્માનો ગુણ છે, તે અસંગભાવથી પેદા થાય છે, ત્યારે સ્વાશ્રયી છે, અર્થાત્ શુદ્ધ સ્વભાવ છે. એવા શુદ્ધ સ્વભાવવાળા યોગીજનોને વૈરાગ્ય મુક્તિનું કારણ બને છે.
સમસ્ત વિશ્વના જીવો ભયથી આક્રાંત છે. સબળો નબળાને દબાવે તેવાં આ વિશ્વમાં વૈરાગ્ય જ ભયરહિત છે. ભલે જગતના જીવો ભોગમાં સુખ માને પણ ભોગ રોગની જન્મદાત્રી છે. ભલે કદાચ તને માન-પાન મળ્યાં હોય તો પણ તેમાં દુર્જનોનો ભય રહેલો છે. કદાચ તું અતિ ધનવાન હોય તો પણ તેમાં લૂંટાવાનો ભય રહેલો છે. કદાચ તું બળવાન હોય તો તેને અન્યથી પરાભવ પામવાનો ભય રહેવાનો છે. અને જો તું રૂપવાન હોય તો તારી કાયા વૃદ્ધત્વ તરફ જઈ રહી છે તેનો ખ્યાલ રાખજે. અરે કદાચ તું તને શાસ્ત્રનિપુણ માને તો તને તેમાં પણ પાછો પાડે તેવો સંભવ છે. અને આખરે આ દેહ કે જેના માટે તું અનેક પ્રકારના માયા-પ્રપંચ કરે છે, તે તો અગ્નિદાહને શરણે જવાવાળું છે. હવે તું જ કહે કે આ પૃથ્વીપટ પર ક્યાંય ભયરહિત સ્થાન છે ! - ભાઈ જો ક્યાંય તું ભયરહિત નથી તો એક વાર વૈરાગ્યનું સેવન કરી વિષયોથી વિમુખ થઈ અધ્યાત્મરસને ચાખ અને તેના અનુભવથી નક્કી કરજે કે નિર્ભયતાનું સુખ ક્યાં છે ? રાગ ગયો તે વિરાગ છે, અને તેનો ભાવ તે વૈરાગ્ય છે.
विगतो रागो यस्मात्, तस्य भावः वैराग्यम् ।
૧૦૨ : અધ્યાત્મસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org