________________
વૈરાગ્ય વિષય પ્રસ્તુતિ કા
વૈરાગ્ય : રાગદ્વેષ રહિત ચિત્તની સમસ્થિતિ તે વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે કષ્ટો સહન કરી દુઃખી માનવ જેવી મુખાકૃતિ હોય તેવું નથી. પરંતુ વૈરાગ્ય એ આત્માનો ગુણ છે, જેના દ્વારા જીવ અભયપણું પામે છે. વૈરાગીને ભૂતકાળમાં શું બન્યું હતું તેના વિકલ્પોનું આર્તધ્યાન નથી, અને ભવિષ્યમાં શું થશે તેની ચિંતા નથી. વૈરાગ્યની ફળશ્રુતિ દુઃખમુક્તિ છે.
વાસ્તવમાં વૈરાગ્યનો ગુણ જીવને સ્વરૂપમાન દઢ કરાવે છે. દશ્ય જગતની પરિવર્તનશીલતાને જાણે છે, અને તેથી તે પદાર્થો સાથે તાદાભ્ય થતું નથી. વૈરાગ્ય દૂધ અને જળને જુદાં કરવાનું કાર્ય કરનાર ખાટા પદાર્થો જેવો છે, તે આત્મભાવ અને મોહને જુદા પાડે છે.
સાંસારિક પદાર્થો પ્રત્યે જીવનું અહત્વ, મમત્વ અને એકત્વ થયેલું છે. અધ્યાત્મ ગ્રંથો દ્વારા પ્રગટેલો વૈરાગ્ય જીવને જાગૃત કરે છે. ત્યારે દેહ, ધનાદિ પદાર્થોનું અહત્વ ઓગળી જાય છે, વૈરાગ્ય દ્વારા જ્યારે સ્ત્રી આદિના સંબંધોની ક્ષણિકતા જણાય છે, ત્યારે મમત્ત્વ છૂટી જાય છે. વૈરાગ્ય દ્વારા સ્વ-પર વિવેક જન્મે છે, ત્યારે પરપદાર્થો પ્રત્યેનું એકત્વ તૂટી જાય છે. સંસાર પરિભ્રમણનાં કારણો વૈરાગ્યગુણના પ્રગટવાથી નષ્ટ થતાં જાય છે.
પરમતત્ત્વ – પરમાત્મસ્વરૂપનું : માહાત્મ જીવને આવે છે, ત્યારે તેને જડ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવે છે. કાયાની માયા છૂટી જાય છે. અને સ્વરૂપનો આનંદ જીવને સ્પર્શી જાય છે.
વૈરાગ્યનું સામર્થ્ય જ જીવને જડથી ભિન્નતાનું ભાન કરાવવાનું છે. આત્મા સ્વભાવથી સ્વરૂપ સિવાય ક્યારે પણ પરપદાર્થમય બની શકતો નથી. દેશ્ય જગતના દેખાતાં ઘરનગર આદિ, સગાં સ્વજનાદિ, સ્ત્રી-પુત્ર કે મિત્ર આદિ સૌ અન્યોન્ય કહે છે અમે તમારા છીએ. પણ સૌ જાણે છે કે મરણકાળે કોઈ કોઈનું થઈ શકતું નથી.
૧૦૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org