________________
વળી પૂર્વ સંસ્કારયુક્ત કામના – વિષયના ઉન્માદને મનમાંથી દૂર કરવા તથા જાતિ ફળ ઐશ્વર્ય, તપ, બળ, બુદ્ધિ, લક્ષ્મી અને શ્રત જેવાના ગર્વનો નાશ કરવો, અન્ય ગુણીજનો પ્રત્યે અસૂયા ઈર્ષા જેવા દોષોને દૂર કરવા, સર્વ પ્રાણી પ્રત્યે સ્વાત્મકૂલ્ય સમભાવ. ૪ર સ્વસ્વરૂપની રમણતાયુક્ત, જ્ઞાનમય આત્માનો સ્વાભાવિક આહલાદ રાગદ્વેષ, જન્મ-મરણ, લાભ-હાનિ જેવા કંદથી અચળ. ૪૩
આ પ્રમાણે જ્ઞાનગર્ભિત વૈરાગ્યની શ્રેણી અનેક આચાર્યોએ પ્રશંસી છે, માન્ય કરી છે. [૧૨] જ્ઞાનાભિદાય, કયોતુ સ્વોપર્વતઃ |
ઉપયોઃ પિત્ત ચા-સિગાધ્યાત્મિસીહતિઃ | ૪૪ | મૂલાર્થ : આ ત્રણ પ્રકારના વૈરાગ્યની મધ્યે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. અને બીજા બે પ્રકારના વૈરાગ્યનો તો પોતપોતાના ઉપમદનને લીધે પોતાના અધ્યાત્મના પ્રસાદથી કદાચિત ઉપયોગ થઈ શકે છે.
ભાવાર્થ : દુઃખ ગર્ભિત, મોહગર્ભિત, જ્ઞાનગર્ભિત આ ત્રણ પ્રકારના વૈરાગ્યમાંથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આદરવા યોગ્ય છે. પ્રથમના બેનો એકાંતે નિષેધ નથી. કોઈ જીવ દુઃખથી વૈરાગ્ય પામી સંયમ પ્રહણ કરે ત્યારે વળી ભવિતવ્યતાના યોગે તેનો વૈરાગ્ય જ્ઞાનયુક્ત બને તેવો અવસર પ્રાપ્ત થાય, તેથી તેનો એકાંતે નિષેધ નથી.
તે પ્રમાણે મોહથી લીધેલો સંયમ સમય જતાં જીવને ગુરુ ઉપદેશથી સાચું ભાન થાય તો તેનો વૈરાગ્ય જ્ઞાન પક્ષે વળે તેવો સંભવ સ્વીકારવામાં આવ્યો છે. પ્રારંભમાં મોહવશ વર્તે પણ સાચું જ્ઞાન થતાં મોહ દૂર થાય છે ત્યારે સાચો વૈરાગ્ય પ્રગટે છે.
આ સર્વ પ્રકારના મૂળમાં અધ્યાત્મભાવનું રાસાયણ જ આવશ્યક છે.
વૈરાગ્યભેદ અધિકાર પૂર્ણ થયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org