________________
મૂલા પરાધને સંખ્યાવાચક વિષે સોની (૧૦૦) સંખ્યા જેમ પોતાના આગમને વિષ અન્ય દર્શનીના આગમના અર્થનો અવતાર (સમત્વ) કરવામાં પાંડિત્ય ન હોય તો તે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી.
ભાવાર્થ: પોતાના કે અન્યના શાસ્ત્રોમાં નિપૂણતા ન હોય તો જૈનાગમોમાં અન્ય શાસ્ત્રોના અર્થને સમાવી દેવાનું કૌશલ્ય ન હોય. જેમ પરાધ-(લોકોમાં ગણાતી છેલ્લી સંખ્યામાં સોની સંખ્યા અલ્પ છે તેમ અન્ય શાના ભાવાર્થોનું અવતરણ જૈનાગમમાં કરી ન શકે તેવું અલ્પ જ્ઞાન પણ ન હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. [१७६] आज्ञयागमिकार्थानां, यौक्तिकानां च युक्तितः ।
ન થાને યોનેત્વેિ ૨-૨ તથા જ્ઞાનાશ્મતા | as | મૂલાર્થ: આગમવડે ગ્રહણ કરાતા અર્થોને જિનેશ્વરની આજ્ઞા અને યુક્તિવડે ગ્રહણ કરતા અર્થોને યુક્તિ વડે કરીને પોતપોતાને સ્થાનને વિષે યોજકપણું ન હોય તો તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી.
ભાવાર્થ : વાદ = શાસ્ત્રકથનની વિચારણાના બે પ્રકાર છે. ૧. આગમવાદ = માત્ર આગમવચનને જિનાજ્ઞાયુક્ત યથાર્થપણે માનવા જેમ કે નિગોદ, ભવ્ય કે અભવ્યનું સ્વરૂપ. ૨. યુક્તિ – હેતુવાદ : - પ્રત્યક્ષ પ્રમાણ આપવા દ્વારા પદાર્થનું નિરૂપણ સિદ્ધ કરવું તે યુક્તિ પ્રમાણ કે હેતુવાદ તે સંસારી જીવનું સ્વરૂપ કર્મનાં ફળ વગેરે.
આ પ્રકારને પોતપોતાના હેતુવડે યથાર્થસ્થાને નિરૂપણ કરે તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે. [१७७] गीतार्थस्यैव वैराग्यं ज्ञानगर्भ ततः स्थितम् ।
उपचारादगीतस्या-प्यमीष्टं तस्य निश्रया ॥ ३९ ॥ મૂલાર્થ તેથી કરીને તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થને જ વિષે રહેલો છે. અને અગીતાર્થને વિષે પણ ઉપચારથી ગીતાર્થની નિશ્રાવડે માનેલો છે.
ભાવાર્થઃ પૂર્વે કહેલો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સૂત્રાર્થને યથાર્થપણે જાણનાર ગીતાર્થને હોય છે. તે ગીતાર્થની આજ્ઞા અને નિશ્રામાં રહેતા અગીતાર્થને અપેક્ષાએ વૈરાગ્ય માન્ય કરેલ છે. અર્થાત વ્યવહાર
વૈરાગ્યના ભેદ : ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org