________________
અને સાધકને તે પાપરૂપ હોવાથી દુઃખનું કારણ છે. એવો કદાગ્રહ શુદ્ધ જૈનને હોતો નથી. [૭૨] ઉત્સ વાઈપવારે વા, વ્યવહાર નિશ્ચયે !
___ज्ञाने कर्मणि वाऽयं चे-त्र तदा ज्ञानगर्भता ॥ ३५ ॥
મૂલાર્થ : આ કદાગ્રહ ઉત્સર્ગને વિષે, અપવાદ વ્યવહાર, નિશ્ચય, કે જ્ઞાનને વિષે અથવા ક્રિયાને વિષે હોય તો પણ તે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય નહિ.
ભાવાર્થ : ભલે તે વિરક્ત જણાતો જૈન મુનિ હો પણ જો તેને ઉત્સર્ગ કે અપવાદનો વિવેક ન હોય, વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મના કાર્યકારણ ભાવ સમજતો ન હોય. જ્ઞાન અને ક્રિયાનું યથાર્થ સમાધાન ન હોય, જ્ઞાન ધ્યાનને વિશેષતા આપી ગુણસ્થાનકને યોગ્ય ક્રિયાનો અપલાપ કરે. વ્યવહારને છોડી કેવળ નિશ્ચયનો આશ્રય કરે, તો તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નથી પણ પ્રશંસા પામવા માટેનો મોહગર્ભિત વૈરાગ્ય છે. [१७४] स्वागमेऽन्यागमार्थानां शतस्येव पराय॑के ।
नावतारबुधत्वं चे-त्र तदा ज्ञानगर्भता ॥ ३६ ॥ મૂલાર્થ પોતાના અર્થને વિષે સત્ય અને પરનો વિચાર કરવામાં અનર્થક એવા નયોને વિષે જો માધ્યસ્થપણું આવ્યું ન હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી.
ભાવાર્થ : પોતે જે નયનો અભિપ્રાય કર્યો તેનાથી વિપક્ષના નયને સમન્વયક્ઝરી ન કરતાં એકાંતે એક જ નયનો કદાગ્રહ કરે તો તે બાધક છે. સાતે નય પરસ્પરપૂરક છે. પરંતુ નિશ્ચયનયને વળગે ત્યારે વ્યવહારનયનું ખંડન કરે, અને વ્યવહારનયને વળગી નિશ્ચયનયનું ખંડન કરે તો તે મંતવ્યમાં મધ્યસ્થ કે સમન્વય ભાવનું વલણ ન હોવાથી તેનો વૈરાગ્ય કદાગ્રહ યુક્ત હોવાથી જ્ઞાન ગર્ભિત નથી. વ્યવહાર અને નિશ્ચયનય ગૌણ મુખ્યપણે હોય છે. [૧૭] નયેષુ સ્વાર્થસત્યેષ, મોઘેણુ પરવાનને !
माध्यस्थ्यं यदि नायातं, न तदा ज्ञानगर्भता ॥ ३७ ॥
૯૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org