________________
મૂલાર્થ: તો પણ સમ્યગ્દષ્ટિવાળા પુરુષને અનેકાંત(સ્યાદ્વાદ) આગમની શ્રદ્ધા નિરંતર અસ્મલિત હોય છે. તેથી તે શ્રદ્ધા વડે જ સંપૂર્ણ અર્થનું વિવેચન થઈ શકે છે.
ભાવાર્થ : યદ્યપિ સમ્યગ્દષ્ટિઆત્મા કેવળજ્ઞાનીની જેમ પદાર્થને સાક્ષાત જોતાં નથી. પણ જ્ઞાનીઓએ જોયું કે જાણ્યું તે યથાર્થ છે તેવી શ્રદ્ધાને કારણે તે પ્રત્યેક વસ્તુના અનન્ત પર્યાયનું વિવેચન અવશ્ય કરે છે. તથા વસ્તુના સ્વરૂપનો નિશ્ચય થઈ શકે છે. તેથી તેનું અર્થ જ્ઞાન યથાર્થ હોય છે. [१७१] आगमार्थोपनयनाद, ज्ञानं प्राज्ञस्य सर्वगम् ।।
કારિત્ર્યવહારતુ, નિયતો પરોવર | ૨૩ ૫ મૂલાર્થ : આગમના અર્થના આશ્રયથી બુદ્ધિમાન પુરુષને સર્વગામી જ્ઞાન હોય છે. અને કાર્યાદિકનો વ્યવહાર તો તેમને નિશ્ચય કરેલા ઉલ્લેખના શેખરરૂપ છે. (વિશેષપણે)
ભાવાર્થ : આગમમાં કહેલા અર્થના બોધનો સ્મરણપૂર્વક આશ્રય કરવાથી, તેનું ધ્યાન કરવાથી સમ્યગ્દષ્ટિવંતને સ્થૂલ કે સૂક્ષ્મ ભાવોને વિષે અનુસરનારું જ્ઞાન હોય છે. તેમનું સર્વગામી જ્ઞાન શ્રદ્ધાયુક્ત હોય છે. તથા તેઓને પરઉપદેશાદિક વ્યવહાર પ્રવૃત્તિ પણ કર્તવ્યરૂપ હોય છે.
જેમ કેવળી નિગોદ જેવી સૂક્ષ્મ અવસ્થાઓ જાણે છે અને ઉપદેશ છે. તેમ તેમાં શ્રદ્ધા મૂકી બુદ્ધિમાન પણ એમ જ કહે છે. [૭૨] તહેવાન્તન ઃ શ્ચિ-દ્વિવેત્તસ્થાપિ ગુઢઃ |
શાસ્ત્રાર્થવાયનાસોચે, 4નામાણ્ય પાપ રૂ૪ // મૂલાર્થ : તે કારણ માટે વિરક્તને પણ એકાંતપણે જો કોઈ એકનો કદાગ્રહ થાય તો તે શાસ્ત્રના અર્થનો બાધક હોવાથી જૈનની જેવા દેખાતા તે પુરુષને પાપકારક થાય છે.
ભાવાર્થ : જૈનદર્શનને અનુસરતા સાધુને પણ જો કોઈ પણ પદાર્થના સ્વરૂપના મંતવ્યમાં એકાંત આવે તો તે પાપરૂપમિથ્યાત્વ છે. એકાંતે જ્ઞાન કે ક્રિયાનું નિરૂપણ શાસ્ત્રાર્થને બાધ થનારું છે,
વૈરાગ્યના ભેદ : ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org