________________
મૂલાર્થ આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વીકાર્યાદિકે કરીને એક એક પર્યાયને પણ આશ્રય કરનાર પંડિત પુરુષ ભાવથી સમગ્ર પદાર્થને જાણે છે.
ભાવાર્થ : આસક્તિ એટલે બોધ આપનાર પ્રત્યે સંબંધ.
પાટવ : તીક્ષ્ણ બુદ્ધિએ કરીને જિનવચનના બોધથી કુશળતા, અભ્યાસ : ગુરુના બોધનું વારંવાર મનન ચિંતન કરવું.
સ્વકાર્ય : જેનાથી જે કાર્ય થાય તે કરવાનો નિર્ધાર કરવો. આ પ્રમાણે અર્થાત્ વસ્તુધર્મનો આશ્રય કરીને, વિધિપૂર્વક વિચાર કરતો એવો પંડિત પુરુષ ભાવથી – શુદ્ધ પરિણામથી સમગ્ર અર્થને પદાર્થ સમૂહને જાણે છે. જોકે આસત્તિ આદિથી અનંતપર્યાયમય વસ્તુનો એકાદ પર્યાય સન્મુખ થાય છે. છતાં સમ્યગ્દષ્ટિ આત્મા ભાવથી તે વસ્તુને સર્વજ્ઞના વચનના વિશ્વાસથી અનંતપર્યાયને જાણે છે. જ્યારે મિથ્યાષ્ટિનું જ્ઞાન વિપરીત હોવાથી તે ભાવથી વસ્તુને અનંત પર્યાયમય માનતો નથી. [१६९] अन्तरा केवलज्ञानं, प्रतिव्यक्तेन यद्यपि ।
क्वापि ग्रहणमेकांश-द्वारं चातिप्रसक्तिमत् ॥ ३१ ॥ મૂલાર્થ : જોકે કેવળ જ્ઞાન વિના દરેક પદાર્થની દરેક પર્યાયોની વ્યક્તિ થતી નથી, અને કોઈક વિષયમાં એકાંશના દ્વારવાળું જ્ઞાન થાય છે, તે પણ છદ્મસ્થોને ઘણા પર્યાયોની પ્રાપ્તિવાળું થાય છે.
ભાવાર્થ : અવિભાજ્ય એવા પર્યાય અંશોનું જ્ઞાન કેવળી ગમ્ય છે મતિ શ્રુતજ્ઞાનવડે દરેક પર્યાયનો બોધ થતો નથી. પરંતુ છદ્મસ્થોને બહુ પર્યાયવાળું જ્ઞાન થાય છે. અર્થાત્ જીવ ધર્મ, અધર્મ, કે આકાશ જેવાને વિષે અરૂપીપણું તથા પુદ્ગલના પરમાણુને વિષે રૂપીપણું તેવું બહુ પર્યાયોની પ્રાપ્તિવાળું જ્ઞાન અભ્યાસથી થાય છે. છતાં સમ્યકદષ્ટિવંત શ્રદ્ધાના બળથી જિનાગમના આધારે ભાવથી શ્રદ્ધાથી સર્વપર્યાયને જાણે છે. સાક્ષાત્ પ્રત્યક્ષ જાણતા નથી. તે તો કેવળી ગમ્ય છે. [१७०] अनेकान्तागमश्रद्धा, तथाऽप्यस्खलिता सदा ।
सम्यग्दशस्तयैव स्यात् सम्पूर्णार्थविवेचनम् ॥ ३२ ॥
૯૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org