________________
ભર્યો છે. તેનું એક બિંદુ પણ જો સ્પર્શી જાય તો સાધકને અધ્યાત્મના અમૃતસાગરનો આસ્વાદ મળી શકે તેવું છે.
ગ્રંથકારે ગ્રંથની રચનાના પ્રારંભમાં જ બે અધિકારમાં અધ્યાત્મ મહાભ્યથી અધ્યાત્મનું મૂલ્ય પ્રદાન કર્યું છે. અને તેમાં “ગીતાર્થ ગુરુવર્યોની પરંપરાને સારી રીતે પ્રાપ્ત થયેલી અને મારી અનુભૂતિમાં પણ તે જ રીતે જણાવેલી અધ્યાત્મની પ્રક્રિયાને અંગે હું કહીશ.” તેઓશ્રીના આ હૃદયોદ્ગાર જ જણાવે છે કે અનુભવથી રસાયેલા અધ્યાત્મભાવનાનું મહાભ્ય કેવું હોય ! ધ ! છતાં તેઓએ અધ્યાત્મ પ્રાપ્તિની દુર્લભતા બતાવી છે કે,
वने वेश्म धने दौस्थ्य, तेजो धवान्ते जलं मरौ.
दुरापमाप्यते धन्यै : कलावाध्यात्मवाङ्मयम् ॥ વને વેશ્મ : ગાઢ જંગલમાં ભૂલા પડેલાને ઝૂંપડી મળી જાય. ધન દૌથ્ય : જન્મના દરિદ્રીને અઢળક ધન મળી જાય. તેજો ધવાન્ત : ભયંકર અંધકારમાં પ્રકાશ મળી જાય. જલં મરી : સૂકી રણભૂમિમાં મીઠા પાણીનું પાત્ર મળી જાય.
આ સર્વ તો પુણ્યયોગે પ્રાપ્ત થાય, પરંતુ આ કળિયુગમાં અધ્યાત્મ શાસ્ત્રની સંગત થવી દુર્લભ છે........ મહા દુર્લભ છે.
જો જીવને અધ્યાત્મભાવના સ્પર્શી જાય અને સંસાર પરિભ્રમણના સરસેનાપતિ મોહનો પરાજય થાય, તો એ આત્માથી થતી શુદ્ધ ક્રિયા તે અધ્યાત્મ છે. તે શાંત, દાંત સરળ અને સમભાવ યુક્ત મોક્ષનો અર્થી છે. તેની સર્વ ક્રિયા અધ્યાત્મભાવની વૃદ્ધિ કરનારી છે.
આથી ગ્રંથકારે અધ્યાત્મના સાધકને માટે ત્રીજા અધિકારમાં ચેતવણી આપી દીધી કે અધ્યાત્મના અર્થીએ સૌ પ્રથમ દંભ ત્યાગ કરવો જોઈએ. આ દંભ અધ્યાત્મમાર્ગની લોઢાની બેડી છે.
દંભ જ્ઞાનરૂપી પર્વતને તોડવા વજૂ છે. દંભ કામાગ્નિને પ્રજ્વલિત કરતી આગ છે. દંભ મોક્ષમાર્ગની આપત્તિઓનો મિત્ર છે.
અરે ! સંયમીઓને માટે તો તે ધાડપાડુ છે. માટે દંભત્યાગ એ અધ્યાત્મમાર્ગનું પ્રથમ સોપાન કહ્યું છે. દંભ ત્યાગ પછી સાધકમાં જાગૃતિ આવે છે. ત્યારે ભવથી ભય પામે છે. ચોથા અધ્યાયમાં ભવ સ્વરૂપ ચિંતા દર્શાવી છે. ભવના ભયથી સાધક સચિત બને છે, કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org