________________
સંબંધવાળા નથી. વાસ્તવમાં વસ્ત્રાદિ પર પર્યાયવાળા કહેવાય છે. [१६४] अतादात्म्येऽपि सम्बन्धव्यवहारोपयोगतः ।
__ तेषां स्वत्वं धनस्येव, व्यज्यते सूक्ष्मया धिया ॥ २६ ॥
મૂલાર્થ: આત્માને વિષે તે પરપર્યાયોની તદ્રુપતા નહીં છતાં પણ સંબંધરૂપ વ્યવહારના ઉપયોગ થકી ધનની જેમ સૂક્ષ્મ બુદ્ધિવડે તેમાં સ્વત્વ (સ્વપર્યાયપણું) દેખાય છે.
ભાવાર્થઃ અત્રે અસ્તિ નાસ્તિના આધારે આ કથન છે. જેમ કે ધન અને ધનિક જુદા હોવા છતાં ધન વડે તે ધનિક કહેવાય છે. તેમ આત્માને વિષે પર પર્યાયોનું એકપણું નહિ છતાં સંબંધરૂપ વ્યવહારથી દેહાદિમાં સ્વપર્યાયપણું દેખાય છે, તેમ સૂક્ષ્મ બુદ્ધિથી જણાય છે.
અન્યોન્ય વસ્તુની ભિન્નતા છતાં તે વસ્તુ ઉપયોગમાં આવતી હોય તો તે વસ્તુ બીજી વસ્તુની બની જાય છે. જેમ દેવદત્તનું ધન. દેવદત્ત અને ધન જુદા છતાં કથનમાં એકપણું પામે છે, તેમ જીવ-દેહ ભિન્ન પર્યાયો વાળા છતાં સંયોગ સંબંધથી એકપણું પામે છે. શરીર સહિત જીવને સજીવ કહે છે તેમ. [१६५] पर्यायाः स्युर्मुने नि-दृष्टिचारित्रगोचराः ।
યથા મિત્રો આપ તથો-યોગાદ્વસ્તુનો શ્રેમી ! ર૭ || મૂલાર્થ : જેમ સાધુને દર્શન જ્ઞાન ચારિત્રના વિષયવાળા પર્યાયો ભિન્ન છતાં પણ હોય છે, તેમ ઉપયોગને લીધે વસ્તુના આ પર્યાયો થાય છે.
ભાવાર્થ : જ્ઞાન દર્શન ચારિત્ર અંગેના તમામ પર્યાયોથી નિશ્ચયનયે સાધુ ભિન્ન છે. છતાં તે ગુણો સાધુના કહેવાય છે. (અર્થાત ગુણો આત્માના છે).
જ્ઞાન : વસ્તુના સામાન્ય અને વિશેષ બોધને ગ્રહણ કરે તે જ્ઞાન.
દર્શન : જિનેશ્વરના વચનને વિષે રુચિ તથા શ્રદ્ધા તે દર્શન. ચારિત્ર : પરભાવના ત્યાગની પરિણતિરૂપ ચારિત્ર.
૯૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org