________________
ભાવાર્થ : પદાર્થ માત્ર સ્વ-પર પર્યાયવડે યુક્ત છે, અર્થાત કહેવાની શૈલી એ છે કે પદાર્થ માત્ર સ્વપણે છે અને પરપણે નથી. જેમ કે ઘડામાં ઘટત્વ પર્યાય છે. પણ પટવ (વસ્ત્રત્વ) પર્યાય નથી. આમ સ્વની અતિ અને પરની નાસ્તિ કહેવી તે ઘટની પર્યાયરૂપે છે.
જે પદાર્થને પોતાને વિષે સંબંધવાળી છે તે સ્વપર્યાય છે. અને તેની નિવૃત્તિ દ્વારા એ કહેવામાં આવે છે તે પરપર્યાય છે. જેમકે જીવને જ્યારે દેવપણું પૂર્વે હતું તે સ્વપર્યાયપણે હતું તે સ્વત્વ જાણવું. અને તેની નિવૃત્તિ થઈ અન્ય પર્યાયપણું થાય ત્યારે તે પરપર્યાય જાણવી. (તે પરત્વ જાણવું) સ્વપર્યાય સ્વીકાર. પરપર્યાયત્યાગ એ સ્વપર્યાય છે. છતાં સ્વ-પર વિશિષ્ટતા છે.
આ પ્રમાણે જીવને દેહાદિક અનાદિકાળથી ઉત્પન્ન થયેલા છે. પોતાના નથી તેથી તે સ્વત્વરહિત જાણવા, અર્થાત્ પારકા જાણવા અને જ્ઞાનાદિ આત્માને વિષે સંબંધવાળા હોય તે સ્વકીય-પોતાના જાણવા. [૬૩] જે નામ પરપર્યાયા, સ્વસ્તિત્વીયો તો મતાઃ |
___ स्वकीया अप्यमी त्याग-स्वपर्यायविशेषणात् ॥ २५ ॥
મૂલાર્થ : જે પરપર્યાયો આત્માને વિષે છે તે અસ્તિત્વના અસંબંધથી કહેલા છે તે છે પરપર્યાયો પણ ત્યાગરૂપી સ્વપર્યાયના વિશેષણથી સ્વકીય – સ્વપર્યાય છે. પરપર્યાયરૂપે નથી એવું વિશેષણ પામે છે.
ભાવાર્થ : પૂર્વે દર્શાવેલા પરપર્યાયો આત્માને વિષે છે તે સ્વભાવ કે સંબંધથી નહિ પણ પરપર્યાયોની વિદ્યમાનતા દર્શાવવા અસંબંધથી કહેલા છે. આત્માના સંબંધથી તો ત્યાગ કરાયેલા છે, તેમનો જે ત્યાગ તે સ્વકીય જાણવો. દેહાદિના ત્યાગરૂપ સંબંધ આત્માને વિષે સંબંધવાળા છે માટે તે સ્વપર્યાયો જાણવા.
અર્થાત્ ઘટમાં જેમ વસ્ત્રાદિને અસંબંધ તે સ્વપર્યાયના ત્યાગનું માત્ર વિશેષણ પામે છે. પરંતુ તે વસ્ત્રાદિ ઘટના (ઘડાના) તાદાભ્ય
વૈરાગ્યના ભેદ : ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org