________________
યથાર્થપણાનો નિશ્ચય થતો નથી.
ભાવાર્થ : બાહ્ય ચારિત્ર ધારણ કરવાથી છકાય જીવોને હણવા નહિ એવી શ્રદ્ધાનો સ્વીકાર કરવા છતાં, છકાયના જીવોની અનેક
યોનું કે અવસ્થાનું જ્ઞાન થતું નથી. છકાય જીવોનું ચૈતન્ય લક્ષણે એકત્વ છે અને દરેક જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તે દરેકની અવસ્થાઓ ભિન્ન છે. તેવા વિશેષ ધર્મોનું પૂર્ણ જ્ઞાન ન હોવાથી છકાય જીવોનો યથાર્થ નિર્ણય થતો નથી. આથી છકાય જીવની રક્ષાનું શ્રદ્ધાન માત્ર નિશ્ચયથી સમ્યક્ત્વ નથી. તે વ્યવહાર અપેક્ષિત છે. [१६१] यावन्तः पर्यया वाचां, यावन्तश्चार्थपर्ययाः ।
સામ્પતાના તાતીતાતી વચ્ચે વિન્રમ્ | ૨૩ / મૂલાર્થ : વર્તમાન અને ભૂત, ભવિષ્ય જેટલા વચન પર્યાયો છે અને જેટલા અર્થના પર્યાયો છે, તે સર્વે મળીને એક દ્રવ્ય જાણવું.
ભાવાર્થ : જેટલી સંખ્યાવાળા વાણીના પર્યાયો-અંશો તે નામભેદો છે. જેમ કે જીવ, જંતુ. જન્ય, જન્મી, જ્ઞાતા, જ્ઞાની, દ્રષ્ટા વગેરે. તે સર્વ વચનના પર્યાયો છે. તથા જીવાદિક સર્વ પદાર્થોના ઉત્પાદ વ્યય અને ધ્રોવ્ય સ્વભાવ બાલ, યુવાન, વૃદ્ધ આદિ પર્યાયો વિશેષ ધર્મના પ્રકારો છે. તે પર્યાયો પૂર્વ પૂર્વના નાશ વડે ઉત્તર ઉત્તર સ્વભાવવડે ઉત્પન્ન થાય છે. ઉત્પાદાદિ એક સમયમાં યુગપતું છે. દ્રવ્યની ધૃવતા નિત્ય ટકીને અવસ્થામાં જે સમયે પર્યાય ઉત્પન્ન થાય છે. તે જ સમયે વ્યયનો પ્રારંભ થાય છે. ગુણ પર્યાયથી યુક્ત દ્રવ્ય છે. [૬૨] યત્સિર્વમમિચેવું, યુક્ત વપરાઃ |
अनुवृत्तिकृतं स्वत्वं, परत्वं व्यतिरेकजम् ॥ २४ ॥ મૂલાર્થ : એ જ પ્રમાણે સ્વ-પર પર્યાયવડે યુક્ત એવું તે એક જ દ્રવ્ય સર્વ પદાર્થમય થાય છે. તેમાં અનુવૃત્તિવડે (અભેદ) કરેલું સ્વત્વ અને વ્યતિરેકથી (ભેદ) ઉત્પન્ન થયેલું પરત્વ જાણવું.
૯૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org