________________
શુદ્ધ સમ્યક્ત્વ છે. આ પ્રમાણે શાસ્ત્રોના સિદ્ધાંતને તે યોગ્યપણે જાણે છે.
[१५८ ] अनाश्रवफलं ज्ञान - मव्युत्थानमनाश्रवः ।
સમ્યવસ્તું તમિવિત-વૈવિનિશ્ચયઃ || ૨૦ ||
મૂલાઈ : જ્ઞાન અનાશ્રવરૂપી ફળવાળું છે. અને અનાશ્રવ એ અવ્યુત્થાન (વિષયો પર અનાસક્તિ) છે. તે બંનેની સ્પષ્ટતા એ જ સમ્યક્ત્વ છે. એ પ્રમાણે તેમના અભેદપણાનો નિશ્ચય છે.
ભાવાર્થ : જ્ઞાનનું ફળ અનાશ્રવ છે. અને અનાશ્રવ (આશ્રવરહિત) સમ્યક્ત્વ છે. વળી અનાશ્રવ એટલે વિષયોથી અનાસક્ત છે તે ચારિત્ર છે. એ ચારિત્રનો આવિર્ભાવ તે પણ સમ્યક્ત્વ છે. આમ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું અહીં એકપણું છે તેમ જાણવું. [१५९] बहिर्निवृत्तिमात्रं स्याच्चारित्रं व्यावहारिकम् ।
અન્તઃ પ્રવૃત્તિસામાં તુ, સભ્યપ્રજ્ઞાનમેવ હિ ॥ ૨૧ ॥
મૂલાર્થ : વ્યાવહારિક ચારિત્રથી માત્ર બાહ્ય પદાર્થોની નિવૃત્તિ થાય છે. પરંતુ અંતઃકરણની પ્રવૃત્તિએ કરીને શ્રેષ્ઠ ફળદાયક સાર તો સમ્યજ્ઞાન છે.
ભાવાર્થ : વ્યાવહારિક અર્થાત્ બાહ્યચારિત્રથી માત્ર સ્થૂળ હિંસાદિ તથા સ્ત્રીધનાદિક બાહ્યત્યાગ થાય છે. પરંતુ ત્યારે અંતરના આર્ટરૌદ્રધ્યાનની નિવૃત્તિ થતી નથી. આવી દશા ચોથા અને પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. વળી છઠ્ઠા ગુણસ્થાનકે બાહ્ય પદાર્થોની નિવૃત્તિ રૂપ બાહ્ય ચારિત્ર હોય છે. પરંતુ અંતઃકરણની શુદ્ધિ તે શ્રેષ્ઠફળદાયક સમ્યજ્ઞાન છે. તે સમ્યક્ત્વ આત્મરમણતારૂપ હોવાથી તે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રમય છે. તેવી એકતા સાતમા ગુણસ્થાનકે હોય છે. તે પહેલા વ્યાવહારિક ચારિત્ર હોય છે.
[૧૬૦] ાત્તેન ફ્રિ વાયશ્રદ્ધાનેઽપિયન શુદ્ધતા । सम्पूर्णपर्ययालाभाद्-यन्त्र याथात्म्यनिश्चयः ॥ २२ ॥
મૂલાર્થ : એકાંતે કરીને છકાયને વિષે શ્રદ્ધા રાખવાથી પણ શુદ્ધતા હોતી નથી. કેમકે સંપૂર્ણ પર્યાયોનો લાભ નહીં થવાથી
વૈરાગ્યના ભેદઃ ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org