________________
ભાવાર્થ ? જે યોગીજનોની જૈનાગમ અને અન્યશાસ્ત્રમાં કુશળતા છે. અને સર્વશાસ્ત્રોમાં જેની તત્ત્વની વિચારણા વાસ્તવિકતાવાળી થઈ છે. વળી તેમાં જેની વિશાળ બુદ્ધિ છે, તેવા યોગીનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. કારણ કે તે સ્વ-પરહિતનો યોગ્ય નિર્ણય કરી શકે છે. [१५६] न स्वान्यशास्त्रव्यापारे प्राधान्यं यस्य, कर्मणि ।
नासौ निश्चयसंशुद्धं सारं प्राप्नोति कर्मणः ॥ १८ ॥ મૂલાર્થ : જે મુનિને સ્વપરશાસ્ત્રના વ્યાપારમાં પ્રાધાન્ય ન હોય, પણ માત્ર ક્રિયાને વિષે જ પ્રાધાન્ય હોય, તેવા મુનિ પોતાના શુભ કર્મ હોવા છતાં પરમાર્થના શુદ્ધ ફળને પામતો નથી.
ભાવાર્થ : નિશ્ચય અર્થાત્ પરમાર્થ દૃષ્ટિએ જોતાં જે મુનિને સ્વ-પર શાસ્ત્રની કુશળતામાં મુખ્યતા જણાતી નથી, પરંતુ કેવળ બાહ્ય ક્રિયામાં જ પ્રાધાન્ય છે, તેવા મુનિને તેમની ક્રિયા પરમાર્થના શુદ્ધ ફળને આપતી નથી. અહીં સ્વ-પર સમય અર્થાત્ સૂક્ષ્મભાવનું અવલોકન કરવાનું જ્ઞાન અભિપ્રેત છે. [9 ૬૭] સગવત્વમીનોઃ સૂત્ર, તપ્રત્યારે તે યતઃ |
નિયમો તિસ્તસ્માત, સાર સત્ત્વમેવ દિ / 99 / મૂલાર્થ : જે હેતુ માટે સૂત્રમાં સમ્યક્ત્વ અને મુનિપણાનો (મૌનપણું) ગત પ્રત્યાગત એટલે પરસ્પર સંબંધ છે, એવો નિયમ દેખાડ્યો છે તેથી કરીને સમ્યકત્વ જ સારભૂત છે.
ભાવાર્થ : શ્રી આચારાંગ સૂત્રમાં સમ્યક્ત્વ અને મુનિપણાનો અર્થાત્ મૌનપણાનો પરસ્પર સંબંધ બતાવ્યો છે. મૌન પરમાર્થની શ્રદ્ધા પૂર્વક હોય છે. તે મૌન અર્થાત્ મુનિપણું આશ્રવાદિના ત્યાગથી છે. સમ્યકત્વ તે પદાર્થના જોયાદિ વિવેકથી હોય છે. આથી સમ્યકત્વ હોય તેને એ પ્રમાણે મૌન અને મૌન હોય ત્યાં એ પ્રમાણે સમ્યકત્વનો સમવ્યાપ્તિનો નિયમ છે. વળી એવા શુદ્ધ સમ્યત્વના હોવાથી ચારિત્ર શુદ્ધ થાય છે. આવું સમ્યક્ત્વ શુદ્ધ નિશ્ચય નયે સાતમા ગુણ સ્થાનકે છે. આથી સત્ ક્રિયારૂપ ચારિત્રનો સાર પણ
૮૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org