________________
અન્યનાગુણ છતાં તેનો વિરોધ કરવો, આત્મહિતની આવશ્યક ક્રિયાઓ મર્યાદાને ઉલ્લંઘી પોતે જે ગુણસ્થાનકે નથી છતાં તેવી ક્રિયાઓનો આડંબર કરવો. અથવા લોકરંજન માટે અધિક ક્રિયાઓ કરવી.
ગુણગ્રાહીપણાનો કે ઉપકારીનો અનાદર કરવો, ઉપકારનું વિસર્જન કરી કૃતન થવું. વળી જાણે અજાણે દોષને આચરે, અને તેને કારણે ભાવિ નવા કર્મનો અનુબંધ થશે તેનો લેશમાત્ર પણ વિચાર ન કરવો. વળી વૈરાગ્યાદિક શુદ્ધ ધર્મમાં મનને એકાગ્ર ન કરવું.
ધર્મ કે ધર્મના ફળમાં અશ્રદ્ધા રાખે. સર્વ જીવો પ્રત્યે કોમળતાનો અભાવ, અને ગુરુજનો સાથે નમ્રતા કે વિવેકનો અભાવ અર્થાત્ હિતાહિતના વિવેકનો અભાવ.
આવી મોહગર્ભિત વૈરાગ્યના લક્ષણવાળી જીવોની દશા તીર્થંકરાદિએ કહી છે. [૬૪] જ્ઞાનાર્મ તું વૈરાગ્યે, સતિત્વચ્છિઃ !
લિઃિ શિવોપાય-સ્પર્શનસ્તત્વર્શિનઃ || ૧૬ ! મૂલાર્થ : સમ્યગુ તત્ત્વને જાણનાર, સ્યાદ્વાદના જ્ઞાનવાળા અને મોક્ષના ઉપાયને સ્પર્શ કરનારા એવા તત્ત્વદેષ્ટિમાન પુરુષને જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહે છે.
ભાવાર્થ : જેના અંતરમાં સમ્યજ્ઞાન પરિણમ્યું છે, તથા જે જીવાદિ પદાર્થોનો યથાર્થ વિવેક કરી શકે છે, તથા જે વસ્તુના અનંત ધર્મોને જાણનાર સ્યાદ્વાદની શૈલીનો સ્વીકાર કરે છે. વસ્તુના એકાંત ધર્મને જે ગ્રહણ કરતો નથી. અર્થાત્ આત્મા કેવળ શુદ્ધ કે નિત્ય છે તેમ ગ્રહણ કરતો નથી, પણ તેના અન્ય લક્ષણોનો પણ સ્વીકાર કરે છે. તેવા તત્ત્વદષ્ટિવાન પુરુષને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય
[૧૬] બીમાન્સ મન્સના યસ્થ સ્વરામોવર |
बुद्धिः स्यात्तस्य वैराग्यं, ज्ञानगर्भमुदञ्चति ॥ १७ ॥ મૂલાર્થ જેને તત્ત્વની વિચારણાવડે પુષ્ટ થયેલી અને સ્વ-પર આગમના વિષયવાળી બુદ્ધિ હોય, તેવા યોગીને જ્ઞાનગર્ભ વૈરાગ્યની વૃદ્ધિ થાય છે.
વૈરાગ્યના ભેદ : ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org