________________
તે પણ વિપરીત જ્ઞાન દ્વારા કે કુતર્ક દ્વારા ધર્મ ઉપદેશ આપવો. પોતાના દોષને ઢાંકવા, અને પ્રશંસા કરાવવાના ભાવ રાખે, આ સર્વે લક્ષણ મોહગર્ભિત વૈરાગ્યના છે. દુઃખગર્ભિત વૈરાગ્યવાળો તો પોતે જ પોતાનો ખાડો ખોદે છે, અને તેમાં પોતે જ પડે છે. પણ આ મોહગર્ભિત વૈરાગ્યવાળાનો આડંબર સાચા ત્યાગી જેવો હોય છે. તે પોતે તો ખાડામાં પડે છે પણ ઉપદેશ દ્વારા ભોળા જનોને પણ ખાડામાં ઉતારે છે.
માટે સાહસ કરીને પણ મોહગર્ભિત વૈરાગ્યનો આંચળો શીઘ્રતાએ ફેંકી દેવો અને પ્રભુના સિદ્ધાંતોને ગ્રહણ કરી તેને જ શિરસાવંદ્ય
માનવા.
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગ્રંથકાર કહે છે, આ વૈરાગ્ય અનંતર મુક્તિનું કારણ છે. તત્ત્વને સમ્યગ્ પ્રકારે જાણનાર, સ્યાદ્વાદશૈલીનો આદર કરનાર, એકાંત પણાને માનતો ન હોય, અને મોક્ષાદિને વિષે અનન્ય શ્રદ્ધાવાળાને જ્ઞાનસહિત વૈરાગ્ય હોય છે.
જ્ઞાનનું ફળ વિરતિ છે. અનાશ્રવ છે. પાપપ્રવૃત્તિથી એકાંતે નિવૃત્તિ હોય છે, ત્યારે નિર્મળ સમ્યક્ત્વ હોય છે. એ શુદ્ધ સમ્યક્ત્વના અધિકારી સાતમા ગુણસ્થાનના મુનિઓ છે. એથી વીતરાગતાનો સંભવ પણ મુનિપણામાં છે. છતાં વ્યવહાર અપેક્ષાએ એવા ગીતાર્થજનોના સાન્નિધ્યમાં સાધના કરતા શ્રદ્ધાવાનનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મનાય છે.
ત્રણે વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યની વિશેષતા છે. છતાં પ્રથમના બે વૈરાગ્ય કોઈ જીવને ભવિતવ્યતાને યોગે જ્ઞાનગર્ભિતપણે પરિણમે માટે જ્ઞાન થશે પછી વૈરાગ્ય લઈશું તેમ નબળાઈને પોષવી નહિ. પરંતુ દુઃ ખગર્ભિત વૈરાગ્યનું પરિવર્તન કરી, સર્વજ્ઞના માર્ગે પ્રયાણ કરી વૈરાગ્યમાં જ્ઞાનભાવ લાવવો માન પૂજાદિના કષાયને જાણી તેનો પરિહાર કરી જીવમાં મોહગર્ભિત વૈરાગ્યના પરિણામનું પરિવર્તન કરી જ્ઞાનમય વૈરાગ્યની દિશામાં જવું શ્રેયસ્કર છે.
Jain Education International
વૈરાગ્ય સંભવ :
૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org