________________
જીવોની પાત્રતા અનુસાર વૈરાગ્યના ત્રણ ભેદ કહ્યા છે. ૧. દુઃખગર્ભિત, ૨. મોહગર્ભિત, ૩. જ્ઞાનગર્ભિત.
૧. દુઃખગર્ભિત વૈરાગ્ય : પૂર્વ પાપના ઉદયથી સંસારમાં દરિદ્રતા જેવાં કે શોક જેવા પ્રસંગે દુઃખના નિમિત્તથી વૈરાગ્ય ઊપજે છે તે.
વાસ્તવમાં એ વૈરાગ્ય નથી પણ જેમ પ્રેમનો એક આવેગ હોય છે, તેમ દુ:ખરૂપ દ્વેષનો આવેગ આવો વૈરાગ્યભાવ ઊપજાવે છે. પણ દુઃખથી દાઝેલો જ્યારે સાધુવેશ ધારણ કરે છે ત્યારે ત્યાં પણ તેને કષ્ટ જ દેખાય છે. આથી સંયમ પામવામાં જે પ્રસન્નતા મળે, તેને બદલે તેવા જીવો દુઃખથી મૂંઝાય છે.
કદાચ સંયમનાં કષ્ટો સહન કરી લે પણ, ભાવની શૂન્યતા હોય છે. સંસારમાં એક પ્રકારનું દુઃખ હતું. અહીં ખાવાપીવાનું મળે છે પણ લોચાદિકનું દુઃખ ભારે લાગે છે. ગૃહસ્થ દશામાં હોય તો તપ વ્રત જેવા નિયમોમાં તેને કષ્ટ લાગે છે. આથી દુઃખ તો ઊભું રહે છે, અને વૈરાગ્યના ભાવ થતાં નથી. કોઈ પ્રક્રિયા વડે તે સાધુપણું નભાવી લે છે. પરંતુ કષ્ટના ભાવ હોવાથી તે વૈરાગ્ય દુ:ખ ગર્ભિત છે. તે પ્રાયે આચારમાં શિથિલ થાય છે કે ચલિત થઈ જાય છે. કારણ કે તેને સંયમમાં શ્રદ્ધા થઈ નથી.
મોહગર્ભિત : સંસારનો ત્યાગ કરવાથી મોટાઈ મળશે. માન, પૂજા, સત્કાર મળશે. સંસારના અપમાનજનિત પ્રસંગો ટળશે એવા ભાવથી સાધુપણું લે તો તેમાં વૈરાગ્ય તો નથી જ છતાં બાહ્ય દેખાતો વૈરાગ્ય મોહજનિત ઉપમા પામે છે.
વળી વૈરાગ પામવાથી પરલોકમાં સુખ મળશે એટલે સંયમના કષ્ટ સહન કરે તે સંસારથી છૂટવા નહિ, પરંતુ સુખ મળે તેવા આશયને સેવે છે.
તેને પરમાત્માના વચનમાં શ્રદ્ધા નથી. અને થોડાંક શાસ્ત્રના
૮૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org