________________
[૧૩૬] ઔવાસીત્ત્વને જ્ઞાને પરિવામુપેષિ ।
चतुर्थेऽपि गुणस्थाने तद्वैराग्यं व्यवस्थितम् ॥ ३६ ॥ મૂલાર્થ : ઉદાસીનતાના ફળવાળું જ્ઞાન પરિપાકને પામવાથી ચોથા ગુણસ્થાનકને વિષે પણ તે વૈરાગ્ય રહેલું છે.
ભાવાર્થ : સંસારના સુખદુઃખ વિષે જેની ઉપેક્ષા છે. મધ્યસ્થભાવ છે. તેવું જ્ઞાન ચોથા ગુણસ્થાનકને વિષે રહેલા આત્માને હોય છે. અર્થાત સ્વપરનો યથાર્થ વિવેક તે અવિરત એવા સમ્યગ્દૃષ્ટિવંતને વૈરાગ્યની ઉપમા પામે છે. ચારિત્ર અપેક્ષાએ હજી વીતરાગતા નથી. વળી સંસારભોગ છતાં સંસાર સુખરૂપ નથી એવી ઉદાસીનતાને વૈરાગ્ય કહે છે.
વૈરાગ્ય સંભવ અધિકાર સંપૂર્ણ
“મનને જીતવું, ઘણું દુ:ખદાયી છે. ઘણું મુશ્કેલછે. પરંતુ જો તમે મનને જીતી લો છો, તો ઈન્દ્રિયોને સુખપૂર્વક જીતી શકશો. ઇન્દ્રિયો મનની આજ્ઞાઓ માને છે.
દુર્કાન્ત મનનું દમન કરવાથી એ નહીં જીતી શકાય. એનું શમન કરવાનો પ્રયત્ન કરો, શાન્ત-પ્રશાન્ત કરવાનો ઉપાય કરો તો એને જીતી શકાશે. મનનું શમન તત્ત્વચિંતનથી કરી શકાય છે ! તત્ત્વચિંતન મનશમનનો અમોઘ ઉપાય છે. એટલે જ તીર્થંકર ભગવંતોએ તત્વ-અભ્યાસ કરવાનો, તત્ત્વોની અનુપ્રેક્ષા (ચિંતન) કરવાનો ખાસ ઉપદેશ આપ્યો છે. ખાસ કરીને સાધુ-સાધ્વીને દિવસ-રાતના ૧૫ કલાક એ માટે ફાળવ્યા છે.’
સામ્યશતકમાંથી
Jain Education International
વૈરાગ્ય સંભવ : ૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org