________________
નથી. કારણ કે તેમાં તેઓ બુદ્ધિવશ પ્રવર્તતા નથી. તેમાં તેમને રતિ કે અરતિ ઊપજતી નથી. [१३६] इयं च योगमायेति प्रकटं गीयते परैः ।।
लोकानुग्रहहेतुत्वा - नास्यामपि च दुषणम् ॥ ३४ ॥ મૂલાર્થ: આ વૈરાગ્ય દશા યોગમાયા છે, એમ અન્ય દર્શનીઓ સ્પષ્ટ રીતે કહે છે. આ યોગમાયાને વિષે પણ લોકોને અનુગ્રહનું કારણ હોવાથી દૂષણ નથી.
ભાવાર્થ : અન્ય દર્શનીઓ આવી ભોગસહિત વૈરાગ્ય દશાને યોગમાયા કહે છે. જેમ શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં નિઃસ્પૃહભાવે ધર્મમય લોકશાસન સ્થાપવા અર્જુનને યુદ્ધમાં પ્રેર્યો તે યોગમાયા કહેવાય છે, તેથી અન્ય દર્શનીઓ તેમાં દૂષણ જોતા નથી. [9 રૂ૭સિદ્ધાને કૂતે યમપાતર !
મૃગપર્પત્યરિત્રાનિરસિત્તતા રૂફ // મૂલાર્થ : આ પૂર્વે કહેલી દેશના અપવાદના વાક્યોને વિષે પણ અજ્ઞ પુરુષોની સભામાં ત્રાસને લીધે નિરાસ (દૂર થવા રૂ૫) કરવારૂપ ફળવડે સંગતિ પામે છે. એમ સિદ્ધાંતને વિષે સંભળાય છે. - ભાવાર્થ : જોકે આવી યોગમાયાના પ્રસંગ અપવાદરૂપ માનવા. ઉત્સર્ગ માર્ગ તો એ છે કે જ્ઞાનીજનો પણ ભોગોની પ્રાપ્તિ છતાં તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. અજ્ઞાની જનોને માટે આ સિદ્ધાંત અયોગ્ય છે. અર્થાત્ શુદ્ધઆત્મતત્ત્વનું એકાંત નિરૂપણ અર્થાત્ અજ્ઞાનીજનો માટે સ્વચ્છંદને પ્રેરનારું છે. જેના કષાય વિષયો શાંત થયા નથી તેવા અજ્ઞાની જનને આ ઉપદેશ રોગી ને મિષ્ટાન્ન જમાડવા જેવું છે. અપવાદરૂપ થયેલા દષ્ટાંતો જેની શુદ્ધમતિ નથી તે જીવોને બોધરૂપે પરિણમતા નથી, પણ તે અજ્ઞાની જીવો તેવા વાક્યો વડે ધર્મને નામે અજ્ઞાનને સેવે છે. અપવાદની પ્રવૃત્તિનું જ્ઞાનીજનોને સેવન કરવું પડે છે, ત્યારે તેઓ ભવભીરૂ રહીને કરે
૭૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org