________________
વંચન કરવું યોગ્ય છે.
ભાવાર્થ જે મનુષ્યને સ્વ-પરનો વિવેક થયો છે. જડ-ચૈતન્યના લક્ષણને જાણી જડથી વિરક્ત થયેલો પોતાના સ્વાત્માને લક્ષ્ય કરે છે. તે મનુષ્ય સહજપણે ઈદ્રિયોના ભોગથી વિમુખ થાય છે, તેને ઈદ્રિયોને જીતવા બળાત્કાર કરવો પડતો નથી. કારણ કે શુદ્ધાત્મા પ્રત્યેના રૂડા પરિણામને કારણે તેને સ્વહિત સમજાઈ ગયું છે, તેથી ઇંદ્રિયોથી તે છેતરાતા નથી. [१३४] प्रवृत्तेर्वा निवृत्तेर्वा न सङ्कल्पो न च श्रमः ।
વિકારો રીયૉડક્ષાણાં-મિતિ ચેરીયમમુતમ્ રૂર છે મૂલાર્થ : જે વૈરાગ્યમાં પ્રવૃત્તિથી સંકલ્પ નથી. અને નિવૃત્તિથી શ્રમ નથી, તથા ઈદ્રિયોનો વિકાર શાંત થતો જાય છે. તે વૈરાગ્ય અદ્દભૂત કહેવાય.
ભાવાર્થ : જે પ્રાણીમાં જ્ઞાનસહ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, તેને વિષયોમાં પ્રવૃત્ત થવાના વિકલ્પ ઊઠતા નથી. તેને ઈદ્રિય વિષયોથી દૂર થવામાં કંઈ શ્રમ કરવો પડતો નથી. ઈદ્રિયોના વિકાર શુદ્ધ પરિણતિને કારણે હીન થતા જાય છે, તેવો વૈરાગ્ય અદ્ભુત છે. જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહે છે. [१३५] दारुयन्त्रस्थाञ्चपाली-नृत्यतुलयाः प्रवृत्तयः ।
योगिनो नैव बाधाये, ज्ञानिनो लोकवर्तिनः ॥ ३३ ॥ મૂલાર્થ જ્ઞાની અને લોકને વિષે વર્તનારા યોગીજનની કાષ્ઠના યંત્રમાં રહેલી પાંચાલીકાના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ બાધાને માટે થતી નથી.
ભાવાર્થ : અવિરત પણ વિશિષ્ટ જ્ઞાનીજનો ગૃહવાસરૂપ લોકને વિષે રહેતા હોય છે. પૂર્વના કોઈ નિકાચિત પ્રારબ્ધવશ સંસારમાં વિષયો ભોગવતા જણાય છે. તે કેવા પ્રકારે ? તે જણાવે છે, કે જેમ કાષ્ઠની પૂતળી પરતંત્રપણે નચાવે તેમ નાચે કૂદે પણ તેને તેમાં કોઈ આનંદ કશોક નથી તેમ આ જ્ઞાનીજનો પણ સંસારના ભોગોનો એક અભિનય કરે છે. તેમને તે ભોગપ્રવૃત્તિ બાધક થતી
વૈરાગ્ય સંભવ : ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org