________________
હતા એટલું જણાય છે.'
શોભનમુનિના ગુરુ વિષે બીજો ઉલ્લેખ “પ્રબંધચિંતામણિ' માં છે, તેમાં શોભનના ગુરુ શ્રી વર્ધમાનસૂરિ લખ્યા છે, અને ત્રીજો ઉલ્લેખ “સમ્યકત્વ સપ્તતિકાટીકા' નો છે. તેમાં શ્રી જિનેશ્વરસૂરિ જણાવ્યા છે.
એ વાત તો નક્કી છે કે:- શોભનના સમયમાં શ્રી વર્ધમાનસૂરિ વિદ્યમાન હતા. તેઓ ઉદ્યોતનસૂરિના ઉત્તરાધિકારી તરીકે ભગવાન મહાવીરની ૩૯મી માટે બેઠા હતા, અને તેમના શિષ્ય જિનેશ્વરસૂરિ ૪૦ મી પાટે થયા, એમ જૂની પટ્ટાવલિઓથી જણાય છે. પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથના ઉલ્લેખની આપણે સર્વથા અવગણના તો ન જ કરી શકીએ; તેથી એમ કલ્પના થાય છે કે, શ્રી વર્ધમાનસૂરિ સાથે પણ સર્વદવનો પહેલાં સંબંધ જોડાયો હશે ? સર્વદવ સાધુભક્ત હતા, એટલે આ આચાર્યથી પણ તેણે કંઈક લાભ મેળવ્યો હશે ? અને મહેન્દ્રસૂરિ સાથે પાછળથી સંબંધ જોડાઈ વધ્યો હશે. અથવા વર્ધમાનસૂરિ પાસે શોભનમુનિએ થોડું ઘણું અધ્યયન કર્યું હશે તેથી વર્ધમાનસૂરિના ઉલ્લેખમાં કાંઈક સત્યતા જણાય છે. જ્યારે વર્ધમાનસૂરિનો ઉલ્લેખ શક્ય લાગે છે તો તેમના શિષ્ય જિનેશ્વરસૂરિનો ઉલ્લેખ ગુરુના સંબંધથી પાછળના ગ્રંથોમાં થવો સંભવિત છે. ઘણા ગ્રંથકારો આવી ભૂલ સહેજે કરી બેસે છે એટલે “સમ્યકત્વ સપ્તતિકા' નો ઉલ્લેખ તેવો જ હશે ?' એ બધું વિચારતાં શોભનના દીક્ષાગુરુ તો મહેન્દ્રસૂરિ જ હોવા જોઈએ; એમ હારી કલ્પના છે. મતલબ કે તિલકમંજરીનો સંવાદ હોવાથી અને પ્રભાવક ચરિત્ર, એ પ્રબંધચિંતામણિ વિગેરે કરતાં વધુ પ્રામાણિક તથા જૂનું હોવાથી શોભનમુનિના દીક્ષાગુરુ તરીકે મહેન્દ્રસૂરિને માનવા વધારે યોગ્ય છે. શોભનનું ગૃહસ્થ કુટુંબ.
શોભનના દાદાનું નામ દેવર્ષિ હતું, જેઓ મ્હોટા દાની અને પંડિત તથા જાતથી બ્રાહ્મણ હતા. તેમના પુત્ર “સર્વદવ' થયા, તેઓ વિદ્વાનું કલાપ્રિય અને મહાકવિ હતા. સવદવ; શોભનમુનિના પિતા થતા હતા. મહાકવિ “ધનપાલ' શોભનનો મોટો ભાઈ હતો. તેમની “સુંદરી' નામના એક બહેન હતી કે જેને માટે કવિ ધનપાળે વિક્રમ સં.૧૦૨૯માં ‘
પાછીનામમાતા’ (કોશ) બનાવી છે, એમ તે ગ્રંથની પ્રશસ્તિથી જણાય છે. શોભનનું કુટુંબ લાંબાકાળથી વિદ્યાપ્રેમી તથા યશસ્વી હતું.
શોભનના દાદા “સાંકાશ્ય નગરના હતા. આ નગર પૂર્વદશમાં છે. અત્યારે ફરકાબાદ જિલ્લામાં સંકિસ' નામના ગામથી તે પ્રસિદ્ધ છે. સર્વદવ વ્યવસાય-આજીવિકા માટે માલવાની રાજધાની ઉજ્જયિની (ઉજ્જૈન)માં આવી રહ્યા હતા. પાછળના સમયમાં જ્યારે ભોજે ધારા (ધાર)માં સ્થિરતા
१ तत्रान्यदाययौ चान्द्रगच्छपुष्करभास्करः ।
શ્રી મહેન્દ્રામ પર શ્રુતપયનિઃ / મહેન્દ્રસૂરિચરિત્ર શ્લોક ૧૨. ૨ જુઓ ‘વરત છિપટ્ટાતિસંપ્રદ' પૃ. ૨૦ (શ્રીજિનવિજયજસંપાદિત) ૩ ગર્તધવપિતિ પ્રસિદ્ધિ યો ટ્રાનવર્ધિત્વવિભૂષિતોડરિ... I.
- તિલકમંજરી શ્લોક ૫૧ ૪ અત્યાર સુધી મળેલા પ્રાકૃતકોષોમાં આ જૂનામાં જૂનો પ્રાકૃતકોષ છે. Jain Education International
For private & Personal use only
www.jainelibrary.org