________________
25
શોભનના પિતા.
શોભનને માટે ઉલ્લેખ કરનારા જે જે ગ્રંથો છે, તેમાં જૂનામાં જૂના ગ્રંથો-શોભનના સગાભાઈ કવિ ધનપાલની તિલકમંજરી, શોભન સ્તુતિચતુર્વિશતિકાની ટીકા, પ્રભાચંદ્રકૃત પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામાણી જેવા ઐતિહાસિક ગ્રંથો છે. તે બધામાં શોભનના પિતાનું નામ “સર્વદેવ' લખ્યું છે. સર્વદવ નામ સિવાય બીજા નામવાળા ગ્રંથો ઘણા અર્વાચીન અને ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વના નહિ હોવાથી તેમાં લખેલાં બીજાં નામો વિશ્વસનીય નથી. વળી ઉપદેશ પ્રાસાદમાં શોભનના પિતાનું નામ લક્ષ્મીધર લખ્યું છે તો તે ભ્રાન્તિમૂલક છે. શોભન મુનિના ગુરુ.
શોભન મુનિના ગુરુ તરીકે ત્રણનાં નામો કોષ્ઠકમાં દેખાય છે. એક તો મહેન્દ્રસૂરિ, બીજા વર્ધમાનસૂરિ અને ત્રીજા જિનેશ્વરસૂરિ. ધનપાલ કવિએ સ્પષ્ટ રીતે એ ઉલ્લેખ કર્યો નથી કે સર્વદવને નિધિ કોણે બતાવ્યો, તેની શ્રદ્ધા કયા આચાર્ય ઉપર થઈ અને શોભને દીક્ષા કોની પાસે લીધી? અત્યારે તો શોભનના વિષે વિગતવાર જૂનામાં જૂનો ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં મળે છે. તેમાં લખ્યું છે કે-શોભન મુનિના ગુરુ મહેન્દ્રસૂરિ હતા. આ આચાર્ય પાસેથી જ શોભનના પિતાએ નિધાનનું સ્થાન જાણ્ય, ધર્મ પામ્યો અને આમને જ પોતાનો શોભન નામનો પુત્ર દીક્ષા આપવા સોંપ્યો. આ વાતને પ્રમાણિત કરવા માટે સૂચનારૂપે સાધન તિલકમંજરી છે, કે જે શોભનના સગાભાઈ કવિ ધનપાળે બનાવી છે. તેણે તિલકમંજરીની પીઠિકામાં ઈન્દ્રભૂતિ, વ્યાસ વાલ્મિકાદિ કવિઓની સ્તુતિ કરી શ્રી મહેન્દ્રસૂરિની પણ સ્તુતિ કરી છે. પોતાના સમયમાં શાંતિસૂરિ, સૂરાચાર્ય, અભયદેવસૂરિ, વર્ધમાનસૂરિ વિગેરે અનેક વિદ્વાન્ જૈનચાયોની હસ્તી હોવા છતાં તેમની સ્તુતિ નહિ કરતાં આ આચાર્યની જ સ્તુતિ કરવામાં ધનપાલનો તેમના ઉપર દઢ ધર્મરાગ અને શોભનના ગુરુ તરીકેનો સંબન્ધ હોય એ કલ્પના સહેજે કરી શકાય છે. શોભનના ગુરુ આ મહેન્દ્રસૂરિ, કોના શિષ્ય હતા ? કોની પરંપરામાં થયા ? એમણે કયા અને કેટલા ગ્રંથો લખ્યા ? તે વિષે હજી સુધી કોઈપણ જણાયું નથી. પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિનો પ્રબંધ છે; તેનાથી તેઓ ચાંદ્રગચ્છના વિદ્વાન્ આચાર્ય
3
શરૂઆતમાં પ્રબંધ ચિંતામણિકાર પુરસિમૃદ્ધિશાતીયા વિશાતીયાં પુર’ કહી સર્વદેવની નિવાસ નગરી ઉજજૈન બતાવે છે; પણ જ્યારે શોભનમુનિ વિદ્વાન્ થઈ ફરી માલવામાં પોતાના ભાઈને પ્રતિબોધવા આવ્યા છે ત્યારે તેઓ ધારાનગરીમાં આવ્યા છે એવો ઉલ્લેખ કરે છે. જેમ:- “અગતસમતવિદ્યાસ્થાનેન ઘનપાન श्रीभोजप्रसादसम्प्राप्तसमस्तपण्डितप्रष्ठप्रतिष्ठेन निजसहोदरामर्षभावाद् द्वादशाब्दी यावत् स्वदेशे निषिद्धजैनदर्शनप्रवेशेन तद्देशोपासकैरत्यर्थमभ्यर्थनया गुरुष्वायमानेषु सकलसिद्धान्तपारावारपारदृश्वा स 'शोभननामा' तपोधनो गुरूनापृच्छय तत्र प्रयातो धारायां प्रविशन् पण्डितधनपालेन राजपाटिकायां व्रजता तं सहोदरमित्यनुपलक्ष्य સોપહાસં મત ! મત ! નમસ્તે તિ પ્રોજે” ...પ્રબંધચિંતામણિ (જિનવિજયજી સંપાદિત) પૂ.૩૬
આનાથી પણ મ્હારી કલ્પના મજબૂત થાય છે કે:- શોભન વિગેરે પહેલાં ઉજજૈનમાં રહેતા હતા અને પાછળથી ધારામાં રહેવા આવ્યા. આમ માનવાથી બન્ને મતોનો સમન્વય પણ થાય છે.
જુઓ પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિ ચરિત્ર. ૩ “પૂર્ષિદે વૈવ વૈધાધિતઝમ: |
ચર્ચામવિતૌઢિ #વિવિસ્મય વા'' | તિલકમંજરી ૩૪. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org