________________
27
કરવા માંડી ત્યારે તે ધારામાં રહેવા આવ્યા. શોભનસ્તુતિ ચતુર્વિશતિકાની ટીકાઓ.
શોભનમુનિની પ્રસ્તુત કૃતિ બહુ જૂની છે. જૈનો અને વૈદિકોમાં યમકાદિ શબ્દાલંકારથી છલકાતી આટલી જૂની કૃતિઓ બહુ જ ઓછી મળે છે. શોભન સ્તુતિની અસર તે પછીના ઘણા કવિ વિદ્વાનો ઉપર થઈ છે. મહાકવિ વાગભટ, અમરચંદ્રસૂરિ, કીર્તિરાજોપાધ્યાય, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિગેરેની નેમિનિર્વાણ, નેમનાથ મહાકાવ્ય, ઐન્દ્રસ્તુતિ આદિ કૃતિઓ શોભનમુનિકૃત પ્રસ્તુત કૃતિના અનુકરણ અથવા પ્રેરણાનું ફલ છે.
શોભનસ્તુતિમાં અનેરી સુંદરતા અને ગંભીરતા હોવાથી અનેક આચાયો અને કવિઓએ શોખ કે પરોપકારાર્થે તે ઉપર ટીકાઓ બનાવી છે. જેમાંની નવ ટીકા તો આજકાલ જાણીતી છે. એનાથી પ્રસ્તુત કૃતિની મહત્તા ગંભીરતા અને પ્રસિદ્ધિ સહેજે સમજી શકાય તેમ છે. તે ટીકાકારોનાં નામો આ છે:
ધનપાલ, જયવિજ્યજી, રાજમુનિ, સૌભાગ્યસાગરસૂરિ, કનકકુશલગણિ, સિદ્ધિચંદ્રમણિ, દેવચંદ્ર, અજબસાગર અને એક બીજા અવયૂરિકાર પૂર્વાચાર્ય (આમના નામનો પત્તો મળ્યો નથી.)
વીસમી સદીમાં પણ ડૉકટર હરમન યાકોબી વિગેરે વિદ્વાનોએ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વિગેરેમાં આનાં ભાષાન્તરો કર્યા છે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ સ્તુતિચતુર્વિશતિકાની અનેક ટીકાઓ સંપાદિત કરી છે. વિક્રમ સં.૧૯૭૫ માં શ્રીમાન અજિતસાગરસૂરિજી મહારાજે પણ “સરલા' નામની ટીકા તથા ગુજરાતી ભાષાન્તર કરેલ છે. જે થોડા ટાઈમમાં બહાર પડશે.
‘તારણ.' અહીં મહાકવિ શોભનમુનિની જીવનરેખા ટૂંકાણમાં આલેખી છે. તેમનો સત્તા સમય ઈસ્વી ૧૧ મી સદીમાં છે. તેઓ જન્મથી બ્રાહ્મણ અને પાછળથી દીક્ષા લઈ જૈનશ્રમણ (મુનિ) થયા હતા. રાજા ભોજ સાથે તેમના આખા કુટુંબનો ઘણો મીઠો સંબંધ હતો.
શ્રી શોભનની સ્તુતિચતુર્વિશતિકાનાં સુંદર તથા છટાવાળા ભક્તિ ભર્યા કવનો કવિઓને પ્રસન્ન કરનારાં છે. લોકો આનો વધુ પ્રચાર કરી ગ્રંથકારને પણ ઓળખે એટલું ઈચ્છી આ નિબંધને અહીં જ પૂરો
શ્રી શોભનમુનિની કૃતિનાં વિશિષ્ટ પદ્યો પરિશિષ્ટમાં આપ્યાં છે.
જુઓ ઈન્ડિયન હિસ્ટોરિકલ કવૉટરલી ઈસ્વીસન્ ૧૯૨૯ પેજ ૧૪૨. “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની લઘુવૃત્તિ' માં એક ઠેકાણે લખ્યું છે કે “સાયેગ્ય: પતિપુત્ર ચિતા:” (૭-૩-૬) નિજસંપાદિત આવૃત્તિના પ૬૧ પેજમાં) આનાથી સ્પષ્ટ જણાય છે કે સાંકાશ્ય જો કે પટનાથી ઉતરતું પણ સમૃદ્ધ નગર હતું, તથા મધ્યદેશમાં પ્રસિદ્ધ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org