SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ‘તિલકમંજરી' નામની જૈન આખ્યાયિકા (કથા) બનાવી તેણે જૈન સાહિત્ય અને પોતાના જીવનને યશસ્વી કર્યો. તે ઉપરાંત સત્યપુરીય મહાવીરોત્સાહ, વીરસ્તવ, પાઈયલચ્છીનામમાળા, ઋષભપંચાશિકા અને સાવયવિહી વિગેરે ગ્રંથો પણ ધનપાળ કવિએ બનાવ્યા કે જે સંસ્કૃત પ્રાકૃતના સાહિત્યમાં આજે પણ ઊંચું સ્થાન ભોગવે છે. તેના સમયમાં ધનપાળ, એક મહાકાવ અને પ્રચંડ પંડિત તરીકે મનાતો હતો. કોલકવિધર્મ વિગેરે પંડિતોને તેણે પરાસ્ત કર્યા હતા. મુંજરાજા તેને પુત્ર તરીકે માનતો. અને ભોજરાજા તો તેનો ખાસ મિત્ર અને મહેરબાન હતો. સરસ્વતીનું ટાઈટલ તેને મુંજરાજા તરફજથી મળ્યું હતું. (જુઓ તિ. મં.૨૩) સર્વતંત્રસ્વતંત્ર સર્વશાસ્તપારંગત શ્રી હેમચંદ્રાચાર્ય જેવાએ પણ ધનપાળની બનાવેલી કવિતાથી જૈનમંદિરમાં જિનેશ્વરની બહુમાનપૂર્વક સ્તવના કરી હતી. “હમકોષ” “હેમકાવ્યાનુશાસન” અને ‘હૈમછન્દોનુશાસન” ની વૃત્તિમાં પણ ધનપાળ અને તેની કવિતાનો ઉલ્લેખ મળી આવે છે. આ ઉપરથી સમજાય છે કે, ધનપાળ દઢ સમ્યત્વી, આદર્શ કવિ તથા સમર્થ વિદ્વાન્ હતો. મવિયસત્ત’ નો કર્તા ધનપાળ; આ ધનપાળથી જુદો છે. અન્યાન્ય ગ્રંથોમાં ધનપાળનું જીવન લાંબુ અને ઘણું રસિક છે, પણ આ સ્થળે અપ્રસ્તુત હોવાથી મને લખવાની જરૂર જણાતી નથી. પાઠકો અહીં તો આટલાથી જ સંતોષ માની લેશે એવી આશા રાખું છું. અસ્તુ. માળવામાં જૈન સાધુઓ. હવે આપણે ફરી પ્રસ્તુત વાત ઉપર આવીશું. શોભનમુનિના મહાન પ્રયત્નથી આખા માળવામાં જૈન સાધુઓના સમૂહો વિચરવા લાગ્યા. માળવાના જૈનોમાં નવું જીવન આવ્યું. ઠેર ઠેર ધાર્મિક ૧ કુમારપાળ પ્રબંધમાં- હેમાચાયૅ ધનપાળની બનાવેલ સ્તુતિ બોલ્યાનો ઉલ્લેખ છે. ૨ “xxx સુત્પત્તિર્ણનાપાત્રતઃ' xxx મકોષની સ્વપજ્ઞ ટીકા. ૩ હૈમકાવ્યાનુશાસનના “અર્થભેખિન્નાનાં મડાગાં યુપm: શ્રેષ:” સૂત્રની સ્વોપશવૃત્તિ (અધ્યાય ૫, પેજ ૨૩૧ નિર્ણય સાગરની આવૃત્તિ)માં તિત્વમંજરીની ભૂમિકાના “પ્રજpભાવ: pખવો” બીજા પદ્યને ઉદાહરણ તરીકે ટાંકયું છે. સૈછિન્તોડનુશાસનના પાંચમા અધ્યાયના સોલમાં “ શ...” (-૨૬) સૂત્રની સ્વપજ્ઞવૃત્તિમાં (શ્રી આનંદસાગરજી સંપાદિત આવૃત્તિ પૃ.૩૬ માં) તિલકમંજરી (પૃ.૧૭૭) નું “શુશિgin વન્યશાળીવ......” પધ મળી આવે છે. રિનમંત્રી ઉપર શાંતસૂરિએ વિક્રમની ૧૧ મી સદીમાં ટિપ્પણ રચ્યું. પાટણના પલ્લિવાલ ધનપાલે વિ. સં.૧૨૬૦ માં કિ.મં. નો સાર પદ્યમાં ઉતાર્યો, લક્ષ્મીધર પંડિતે વિ.સં.૧૨૮૧ માં એક બીજો સાર ૧૧૮૮ અનુષ્ટપુ શ્લોકોમાં બનાવ્યો છે. (છપાઈ ગયો છે.) અઢારમી સદીમાં પાસાગરગણિએ કિ.મં. ઉપર વૃત્તિ અને વીસમી સદીમાં પં. લાવણ્યવિજ્યજીએ ટીકા બનાવી છે. વિશેષ માટે જુઓ શ્રી જિન વિ. નો ‘તિલકમંજરી' લેખ. મહાકવિ ધનપાળ માટે મેરૂતુંગાચાર્ય કહે છે - “वचनं धनपालस्य चन्दनं मलयस्य च । સાસં ઢિ વિન્યસ્થ જડમૂત્રામાં ન નિર્વતઃ ? ||' For Private & Personal Use Only - પ્રબંધચિંતામણિ ૫.૪૨ary.org Jain Education International
SR No.004895
Book TitleShobhan Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy