________________
19
વધ્યું. ધનપાળે શોભનમુનિને કહ્યું કે:- “તમે જૈન દીક્ષા લઈ આપણા કુળને ખરેખર અજવાળ્યું છે. તમને ધન્ય છે, તમે મહાત્મા છો, શાસ્ત્રના પારંગત છો, માટે મને સાચો ધર્મ બતાવો.” શોભનમુનિને જોઈતું હતું તેજ થયું. તેઓએ પ્રશાન્ત, ગંભીર અને પ્રેમાળ વચનથી જૈન ધર્મના સર્વવ્યાપિ અકાટ્ય સિદ્ધાન્તો અને આચારોનો મહાકવિ ધનપાળને સુંદર પરિચય કરાવ્યો. ધનપાળ એક મહાન પંડિત તો હતો જ એટલે જૈન સિદ્ધાન્તો સમજવામાં તેને મુશ્કેલી પડી નહિ, કેમકે જૈન ધર્મ સાચા બુદ્ધિશાળીઓને માટે જેટલો જલ્દીથી સુકર અને આદરણીય થઈ શકે છે તેટલો અનભિજ્ઞો-અલ્પબુદ્ધિવાળાઓ માટે નહિ. જ્યારે ધનપાળ જૈનધર્મ સ્વીકારી પોતાનું જીવન જૈનધર્મને સોપે છે.
શોભનમુનિનો શોભન અને સાત્વિક ઉપદેશ સાંભળી આનંદપૂર્વક અતિ ભાવુક શબ્દોથી ધનપાળે કહ્યું કે:- “આજે મેં સાચો ધર્મ જાગ્યો છે માટે અત્યારથી જ હું તે જૈન ધર્મ સ્વીકારી તેનું શરણ લઉં છું. પહેલાં જૈન ધર્મનો દ્વેષ કરી આ પ્રદેશમાં બાર વરસ સુધી જૈન સાધુનો વિહાર બંધ કરાવ્યો તે મેં મોટો અપરાધ કર્યો છે. અત્યારે હું તે મારી ભયંકર ભૂલનો પશ્ચાત્તાપ કરું છું.' આખાય માળવામાં પંકાયેલ વિદ્વાનું કવિ ધનપાળ ઉપર શોભનમુનિના ઉપદેશની કેટલી સચોટ અસર થઈ હશે તેનું અનુમાન, તેના શ્રદ્ધા, ભક્તિ અને નમ્રતાથી ભરેલા આ શબ્દોથી સહેજે કરી શકાય
આ પછી તત્કાલ મહાકવિ ધનપાળ, શોભન મુનિની સાથે મહાવીર પ્રભુના મંદિરમાં જઈ ભાવપૂર્વક પ્રભુની સ્તુતિ કરી વિધિપૂર્વક જૈન ધર્મ સ્વીકાર્યો. ધનપાળના જીવનમાં આજે મહાન પરિવર્તન થયું. એક વખતનો જૈનધર્મનો મહાન્ વિરોધી બ્રાહ્મણ પંડિત આજે જૈનધર્મનું શરણ સ્વીકારી ચુસ્ત જૈન બને છે. હવેથી ભોજરાજાનો માનીતો રાજપંડિત અને બાણના બીજા અવતાર સમો ધનપાળ કવિ પોતાની વિદ્વત્તા અને યશ જૈનધર્મને આપવા નિર્ણય કરે છે. ધનપાળના આવા મહાન પરિવર્તનનો યશ: અને પુણ્ય આપણા ચરિત્ર નાયક શોભનમુનિને જ છે. શોભનમુનિના જીવનમાં આ એક મહાનું કાર્ય થયું. ઘણા વખતની તેમની ભાવના સફળ થતાં તેમના આત્મામાં આનંદ અને સંતોષ થયો. તેઓ પોતાનું સફળ જીવન વિશેષ સફળ માનવા લાગ્યા. પહેલાંના સાધુઓમાં શાસન સેવા કે પ્રભાવના કરવાની કેવી ભાવના અને શક્તિ હતી તે આ બનાવથી પાઠકો જાણી શકશે. જૈન સંઘમાં આ બનાવથી ચોમેર આનંદ ફેલાયો. દેશપરદેશમાં વીજળીના વેગે આ સમાચારો ફરી વળ્યા. હિંદભરમાં શ્રીશોભનમુનિનું નામ વધારે મશહૂર અને પ્રભાવિક બન્યું. ધનપાળનો ટૂંક પરિચય.
સિદ્ધસારસ્વતકવિ ધનપાળનું જીવન દિવસે દિવસે વધારે ધાર્મિક થતું ગયું. તે શ્રદ્ધાથી શુદ્ધ શ્રાવકધર્મને પાળવા લાગ્યો. તેણે રાજા ભોજને સમજાવી માલવામાં જૈન સાધુનો વિહાર છૂટો કરાવ્યો. કલ્પના શક્તિ અને શબ્દાર્થની પ્રૌઢતામાં કાદંબરીને પણ ટક્કર મારે તેવી નવ રસથી પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org