________________
18
! વયસ્ય ! સુવું તે ?' અર્થાત્ વાંદરાના વૃષણ (અંડકોશ) જેવા મુખવાળા હે મિત્ર! તું સુખમાં તો છેને ? પોતાના કરતાં વધુ ચમત્કારવાળું શોભનનું પ્રતિવાકય સાંભળી ધનપાળ ચમકયો ને ઝાંખો પડી બોલ્યો કે, હું તમારી વાક્ય ચતુરાઈથી પરાસ્ત થયો છું. આપ કોણ છો ? ક્યાંથી આવો છો ? અને કોના મહેમાન છો ?” શોભને “અમે તમારા જ મહેમાન છીએ? એમ કહી ધનપાળને વધારે મુંઝવણમાં નાખ્યો. શોભનમુનિની વિદ્વત્તાથી આકર્ષાઈ પોતાના માણસ સાથે ધનપાળે શોભનમુનિને ઉપાશ્રયે મોકલ્યા. ધારાવાસિઓમાં હજુ કોઈપણ જાણી શકયું ન હતું કે આ બંને એક જ માતાના પુત્ર સગા ભાઈ છે. ધનપાળને પ્રતિબોધ અને બે ભાઈઓની ભેટ.
ધારાની સ્થિતિ સુધારવા શોભનમુનિના મનમાં અનેક સંકલ્પ વિકલ્પો થવા લાગ્યા. તેઓ બાહોશ અને યુક્તિબાજ હતા. તેમણે પોતાના સાધુઓને ધનપાળને ત્યાં ગોચરી લેવા મોકલ્યાં. પ્રશાંત આકૃતિવાળા બે જૈન મુનિઓએ જૈન ધર્મના કટ્ટર દુશ્મન ધનપાળના ઘેર જઈ ધર્મલાભનો પવિત્ર નાદ સંભળાવ્યો. ધનપાળ તે વખતે સ્નાન કરતો હતો. તેની સ્ત્રીએ સાધુને કહ્યું કે “અહીં ખાવાનું નહિ મળે, ચાલ્યા જાવ.' ધનપાળે પોતાની સ્ત્રીને કહ્યું કે:- “અતિથિને નિરાશ કરવો તે મોટો અધર્મ છે, માટે કંઈને કંઈ તો આપ.” તે સ્ત્રી ત્રણ દિવસનું દહીં લાવી મુનિને આપવા લાગી. મુનિએ પ્રશ્ન કર્યા કે - “બહેન, આ કેટલા દિવસનું છે ?' ઉત્તરમાં તે ચિડાઈને બોલી “આમાં જીવડાં (પોરા) પડી ગયાં છે શું ? લેવું હોય તો લો નહિ તો રસ્તો પકડો.' મુનિ બોલ્યા કે:- ‘બહેન તમે નકામો ક્રોધ શા માટે કરો છો ? અમારો આચાર છે માટે પુછીએ છીએ. હવે રહી જીવડાની વાત. તેના ઉત્તરમાં કહેવાનું કે:- બે દિવસ ઉપરાંત દહીમાં ખટાશ વધતી જાય છે, તેથી તેમાં તે રંગના જીવો ઉત્પન્ન થાય છે એમ જૈન શાસ્ત્રો કહે છે. તેની સાક્ષાત્ પ્રતીતિ કરવી હોય તો અલતો લાવી દહીમાં નાખો. ધનપાળ ત્યાં આવી આ બધી વાત રસપૂર્વક સાંભળતો હતો. તેણે કૌતુક જોવાની ખાતર અથવા તત્ત્વ નિશ્ચય કરવાની ખાતર અલતો મંગાવી દહીમાં નાખ્યો. થોડી વારમાં જ તેમાં કેટલાક તે જ વર્ણના-દહીંના રંગના જંતુઓ ઉપર ચાલતા દેખાયા. ધનપાળનું હૃદય આ દશ્ય જોઈ પીગળ્યું. બહુ આશ્ચર્ય થતાં તેના હૃદયે પલટો ખાધો. જૈન ધર્મની શ્રદ્ધાનું તેનામાં બીજ રોપાયું. જાણે શાસ્ત્રાર્થમાં પરાસ્ત થયો હોય; તેમ નગ્ન થઈને તે મુનિને કહેવા લાગ્યો કે, આપ કોણ છો ? કોના શિષ્ય છો ? કયાં ઉતર્યા છો ? મુનિએ યોગ્ય ઉત્તરો આપ્યા પછી મુનિઓની સાથે જ ધનપાળ ઉપાશ્રય ભણી ચાલ્યો.
શોભન મુનિએ પોતાની યુક્તિથી જે સુંદર પરિણામ ધાર્યું હતું તે જ આવ્યું. તે પરિણામનો સાક્ષાત્કાર કરવાની તેઓ વાટ જોઈ રહ્યા હતા. ધનપાળને દૂરથી આવતો જોઈ પોતાના મોટા ભાઈ સમજી, અથવા તેને વધુ આકર્ષવા તેઓ (શોભનમુનિ) થોડા સામે આવ્યા. ધનપાળને મધુર વચનથી શોભનમુનિએ બોલાવ્યો, અને માનપૂર્વક તેને સમાન આસને બેસાડ્યો. જ્યારે ધનપાળને ખબર પડી કે આતો “મારો નાનો ભાઈ શોભન છે' ત્યારે તેનું હૃદય પ્રેમ અને લાથી વિચિત્ર પ્રકારનું બન્યું, તેમાં શ્રદ્ધા અને વાત્સલ્યનાં પૂર ઉછળવા લાગ્યાં. જૈન ધર્મ અને જૈન સાધુ ઉપર તેનું માન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org