________________
17
ધનપાળનો ક્રોધ, અને જૈન સાધુનો વિહાર બંધ
આ બાજુ ધનપાળની સખત મનાઈ છતાં શોભને જૈન સાધુ પાસે દીક્ષા લીધી હોવાથી ધનપાળે પિતા ઉપર ક્રુદ્ધ થઈ પિતા સાથેનો સંબંધ છોડી દીધો. તે જૈન સાધુઓનો પહેલાં કરતાં વધારે કટ્ટર દુશ્મન બની ગયો. તેણે ભોજરાજાના કાન ભંભેરી માળવામાં જૈન સાધુને નહિ વિચરવા રાજ હુકમ કઢાવ્યો. ભારતમાં ધર્મદ્વેષને લીધે પોતાની સત્તા અને શક્તિઓનો ખોટો ઉપયોગ કરવાના દાખલા આવી જ રીતે બનતા હતા. માળવામાં જૈન શ્રમણો (મુનિઓ) નાં દર્શન દુર્લભ થયાં. આ વાતને જોતજોતામાં બાર બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. જૈન સાધુઓનો વિહાર બંધ હોવાથી માળવાના જૈન લોકોમાં સર્વત્ર ઉદાસીનતા અને દુઃખની લાગણી ફેલાઇ.
જૈનોમાં ધર્મપ્રેમ અને આત્માભિમાન જાગવાથી માળવાના સંઘે શ્રી મહેન્દ્રસૂરિ પાસે જઈ માળવાની ધર્મ સંબંધી કફોડી સ્થિતિ કહી સંભળાવી અને તેમને ત્યાં પધારી ભોજની અયોગ્ય આજ્ઞા બંધ કરાવી, જૈનશાસનની પ્રભાવના કરવા વિનતિ કરી. આ બધી વાત ગુરુપાસે બેઠેલા શોભનમુનિ બહુ જ ચીવટથી સાંભળતા હતા. તે વખતે તેઓ ગુજરાતમાં હતા. સંઘની વિનતિ અને શોભન મુનિનું ધારામાં જવું.
શોભનમુનિ ભણી ગણીને એક અસાધારણ વિદ્વાન્ થઈ ગયા હતા. સચોટ ઉપદેશ આપવાની શક્તિ તેમનામાં સહજે આવી ગઈ હતી, તેથી ગુરુએ યોગ્ય ગણી તેમને ‘વાચનાચાર્ય’ પદ આપ્યું હતું. પોતાના દેશના (માળવાના) લોકોની વિનતિ સાંભળી તેમને લાગી આવ્યું કે:- ‘આ બધું મારા જ નિમિત્તે થયું છે માટે ગમે તેમ કરીને મારે જ આનો પ્રતિકાર કરવો જોઈએ.' શોભનમુનિ; ડરપોક અને સુખમાં મસ્ત રહેનાર સાધુ ન હતા, કે જેથી કર્મો ઉપર અથવા કલિકાલ ઉપર દોષ દઈ નિરાશ થઈ બેસી રહે. તેમનામાં હિમ્મત હતી, શાસનની દાઝ હતી અને ગમે તેવાને સમજાવવાની વિદ્વત્તા પણ હતી. તેથી માળવામાં જઈ બગડેલી સ્થિતિને સુધારવાની પોતાની ઈચ્છા શોભન મુનિએ ગુરુ આગળ કહી બતાવી. ગુરુએ તેમને હરેક રીતે યોગ્ય સમજી ત્યાં જઈ સુધારો કરવા આજ્ઞા આપી. બસ, પછી શું ? ‘રૂષ્ટ વૈદ્યોપવિષ્ટ’ ‘ભાવતું હતું ને વૈદ્યે કહ્યું' જેવું થયું. ગુરુની આશિષ મેળવી કેટલાક સાધુઓને સાથે લઈ શોભનમુનિએ ધારા ભણી વિહાર લંબાવ્યો. ઉગ્ર વિહાર કરી થોડી મુદતમાં તેઓ ધારાનગરીમાં પ્રવેશ કરતા દેખાયા. લોકો તેમને અનિમેષ દૃષ્ટિએ ચકિત થઈ જોતા હતા. ‘અરે ! આ જૈન સાધુઓ અહીં ક્યાંથી ? શા માટે આવ્યા ? હમણાં રાજપુરૂષો એમને પકડશે. રાજા ગુસ્સે થઈને કોણ જાણે શું કરશે ?' આમ જ્યાં ત્યાં લોકો આપસમાં અનેક પ્રકારની વાતો કરતા દેખાતા હતા. જૈન ધર્મના દ્વેષી કેટલાક લોકોને ઈર્ષ્યા થવા લાગી, જ્યારે જૈનો આનંદથી ઉભરાવા
લાગ્યા.
પ્રવેશ કરતી જ વખતે રાજવાડામાં જતો કવિ ધનપાલ રસ્તામાં મળ્યો. જૈન સાધુઓને જોઈ તેમનું ઉપહાસ કરવા એક વાક્ય તેણે કહ્યું:- ‘ગર્વમવન્ત ! મવન્ત ! નમસ્તે !' અર્થાત્:- ગધેડા જેવા દાંતવાળા હે મહારાજ ! તમને નમસ્કાર થાઓ. ઘણા વર્ષો વીતી જવાથી શોભનમુનિને તે પોતાના ભાઈ તરીકે ઓળખી શક્યો નહિ, પણ શોભનમુનિએ તો ધનપાલને ઓળખી લીધો હતો તેથી ઉપહાસવાળા વાક્યને અનુકૂળ ચમત્કારયુકત ઉપહાસપૂર્વક શોભનમુનિ બોલ્યા કે:- ‘પિતૃષાસ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org