________________
21.
ઉત્સવો થવા લાગ્યા. સંઘની વિનતિથી શોભનમુનિના ગુરુ ધારાનગરીમાં પધાર્યા. શિષ્યના પ્રયાસની થએલી સફળતા અને સર્વત્ર ફેલાયેલી શિષ્યની કીર્તિને જોઈ ગુરુના આનંદનો પાર રહ્યો નહિ. ધનપાળે પોતાના ખર્ચે ધારામાં ઋષભદેવનું જૈનમંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શોભનમુનિ અને તેમના ગુરુ પાસે કરાવી. માળવામાં બીજાં પણ અનેક ધાર્મિક કાર્યો કરી શોભનમુનિએ ગુરુ સાથે ગુજરાત તરફ વિહાર કર્યો. શોભનમુનિનું વ્યકિતત્વ.
સંસ્કારી કુટુંબમાં જન્મ્યા હોવાથી અને યોગ્ય ગુરુના સમાગમથી શોભનમુનિમાં ઊંચા પ્રકારનું વ્યક્તિત્વ પ્રગયું હતું. તેમના વ્યક્તિત્વ માટે ધનપાળ કવિ વાર્વિતિ' ની ટીકામાં લખે છે કે:- “શરીરથી રૂપાળો, ગુણથી ઉજ્વલ, સુંદર નેત્રોવાળો શોભન નામનો સર્વદેવને પુત્ર હતો; કે જે કાતંત્ર વ્યાકરણનાં ગૂઢ તત્ત્વોનો જાણકાર હતો, જૈન બૌદ્ધ તત્ત્વોમાં નિષ્ણાત હતો અને સાહિત્ય શાસ્ત્રનો અઠંગ વિદ્વાન્ હોઈ, કવિઓને માટે ઉદાહરણભૂત હતો. કુમારાવસ્થામાં જ શોભને કામને પરાસ્ત કર્યો, પાપના વ્યાપારનો ત્યાગ કર્યો અને અહિંસા ધર્મને સારી પેઠે પાલન કર્યો હતો. શોભનમુનિની કૃતિ.
શોભનમુનિની બુદ્ધિ તીક્ષ્ણ હતી. ભાવના ઉદાત્ત હતી. જીવન ભવ્ય અને રસિક હતું. કાવ્ય સાહિત્યમાં તો તેઓ ઘણા જ આરપાર ઉતરી ગયા હતા. તેના ફલ સ્વરૂપમાં તેઓએ ‘મવ્યામોનવિવોથનેતાઓને ' થી શરૂ થતી ૯૬ શ્લોકની ન્હાની પણ વિવિધ જાતના અલંકારોથી પૂર્ણ ચમત્કાર વાળી એક કૃતિ બનાવી. આમાં પ્રત્યેક તીર્થકર, (ચોવીસ તીર્થંકર) જૈનાગમ અને સોળ વિદ્યાદેવીઓ વિગેરેનું કાવ્યની પદ્ધતિથી વર્ણન છે. આ કૃતિની અંદર શબ્દાલંકાર, અને તેમાંય ખાસ કરીને “યમક” અને “અનુપ્રાસ' ની અનેરી છટા જોવામાં આવે છે. કોઈ ઠેકાણે મધ્યાન્ત યમક, કોઈ સ્થળે આદિમધ્ય યમક (મધ્યાન્ત યમકની સાથે) કોઈ જગ્યાએ આદ્યન્ત યમક, કોઈ પદ્યમાં સંયુતાવૃત્તિ યમક અને કોઈ સ્થળે અસંયુતાવૃત્તિ યમક વિગેરે અલંકારો ગોઠવ્યા છે.
આ કૃતિમાં ન્હાના મોટા અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ છંદો છે કે જે વિદ્વાનોને જ્ઞાન અને આનંદ ઉત્પન્ન કરે છે. વિવિધ અલંકારો અને છંદોમાં પોતાના ભાવો ગોઠવવા તે કેટલી મુશ્કેલની વાત છે તે કવિતા બનાવનાર જ સમજી શકે તેમ છે. આ ગ્રંથ બનાવતી વખતે શોભનમુનિનું ચિત્ત
૧
પ્રાચીન ધારા અને ત્યાંનાં સ્થાનો વિષે માહિતી માટે જુઓ ઈસ્વીસન ૧૯૩૩ના જાનના “શારદા' ના અંકમાં છપાએલ “ભોજરાજાની ધારા નગરી' નામનો મ્હારો લેખ. "कातन्त्रतन्त्रोदिततत्त्ववेदी यो बुद्धबौद्धाऽऽहततत्त्वतत्त्वः । साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृता बभूव ॥४॥
શોભન સ્તુતિની ધનપાલ કૃત ટીકાના ૧ થી ૭ સુધી શ્લોકો ઉપયોગી છે. ૩ આ બધા યમકોનાં લક્ષણો અને ઉદાહરણો વાગભટાલંકાર, સરસ્વતીકંઠાભરણ વિગેરે ગ્રન્થોમાં છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org