________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ
शीर्णे शरेण कामस्य, मनःकुम्भ! त्वयि कथम् ।
आत्मनैर्मल्यदं स्थेयाः, सर्वज्ञवचनामृतम् ? ॥३६॥ કામીને શાસ્ત્રોપદેશથી શું?
--“હે ચિત્તરૂપ કળશ ! મદનરૂપ બાણથી ભગ્ન થયેલા એવા તારે વિષે કેવી રીતે આત્માને પાવન કરનારું સર્વશના વચનરૂપ અમૃત રહી શકશે ? –૩૬
मथितोऽनेकशो दुःख, रे रे हृदयसागर!।
तथापि निर्गतं नैव, रत्नं सुधामयं कथम् ? ॥ ३७॥ હૃદયનું વલેણું--
લે –“હે હૃદયરૂપ સમુદ્ર ! દુઃખોથી અનેક રીતે તારૂં મંથન થયું, તે પણ કેમ ( વિવેકરૂપ) અમૃત-રત્ન તેમાંથી બહાર ન જ નીકળ્યું ?” –૩૭ સમુદ્રમંથન
સ્પષ્ટી–પુરાણમાં સૂચવવામાં આવ્યું છે તેમ “ક્ષીરસમુદ્રનું “મન્દરાચળરૂપ મન્થન–દડ અને વાસુકી નાગરૂપ જજુ વડે દેવ અને દાનવોએ મન્થન કર્યું ત્યારે તેમાંથી (૧) લક્ષમી, (૨) કૈસ્તુભ, (૩) પારિજાતક, (૪) સુર, (૫) ધવંતરિ, (૬) ચંદ્રમા, (૭) કામધેનુ, (૮) ઐરાવત, (૯) રંભા, (૧૦) અશ્વ, (૧૧) ઝેર, (૧૨) મદિરા, (૧૩) શંખ અને (૧૪) અમૃત એમ ૧૪ રત્ન નીકળ્યાં હતાં. ૧
ઉત્તર પદ્યમાં ગ્રન્થકાર એમ પ્રબોધે છે કે હૃદયરૂપ સાગરનું અનેક રીતે આ જીવે મન્થન કર્યું તેને તે વિષરૂપ જ રત્ન મળ્યું, કિન્તુ વિવેકાત્મક અમૃતરત્ન તો ન જ પ્રાપ્ત થયું,
विषं यनिर्गतं त्वत्तः, तत् तु व्याप्तं जगत्त्रये । येनाकुलं जगत् सर्वे, प्रत्यक्षेण विलोक्यते ॥ ३८ ॥
૧ સરખાવે
" लक्ष्मीः कौस्तुभपारिजातकसुरा धन्वन्तरिश्चन्द्रमा
गावः कामदुधाः सुरेश्वरगजो रम्भादिदेवाङ्गनाः। अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोऽमृतं चाम्बुधे
रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org