________________
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ પાઠક (નિમિત્તિયા) પાસે ગયો. તેણે વિચાર કરી કહ્યું કે તું સાતમે દિવસે રાજા થશે. એવામાં એક ગામને રાજા સાતમે દિવસે મરણ પામ્યા. તેને પુત્ર ન હોવાથી દિવ્ય કરી ગામના લોકોએ આ પુરુષને રાજ્ય-પદ આપ્યું.
વખત જતાં કાપડાને ખબર પડી કે આ પુરુષને અને મને એક જ જાતનું સ્વપ્ન આવ્યું હતું, પરંતુ મેં બરાબર વિધિ સાચવી નહિ, તેથી તે મને ફળ્યું નહિ. વાતે આજે ફરીથી એવું સ્વપ્ન આવે તે પ્રયત્ન કરું. પરંતુ આ પ્રયાસમાં તેને સફળતા મળવી જેમ દુઃશક્ય છે, તેમ માનવભવ દુર્લભ છે. (૭) ચકનું દષ્ટાન્ત–
“ઈન્દ્રપુર ” નામના નગરમાં ઈન્દ્રદત્ત નામને એક રાજા હતા. તેને બાવીસ પુત્રો હતા. તેમના ઉપર રાજાના ચાર હાથ હતા. એક વેળા આ રાજા અમાત્યની પુત્રીને પરણ્ય, પરંતુ તેને તે વખતે તેણે જોઈ તે જોઈ. એકદા તુસ્નાન કરેલી એને જોતાં રાજાએ આસપાસના માણસને પૂછયું કે આ કોણ છે? ઉત્તર મળ્યા કે એ તમારી પત્ની છે. રાજા તેની સાથે એક રાત રહ્યો. આ સ્ત્રીને ગર્ભ રહ્યો. અમાત્યે તેને કહી મૂક્યું હતું કે જ્યારે તને ગર્ભ રહે ત્યારે તે વાત તું મને કહેજે. એ કબુલાત મુજબ પુત્રીએ પિતાને વાત કરી. દિવસ, મુહૂર્ત અને રાજા સાથેની વાતચિત એ બધું તેણે એક પત્ર ઉપર લખી લીધું; પરંતુ તે વાત પ્રકટ કરી નહિ. નવમે મહિને આને પુત્ર આવ્યો. એવામાં દાસી-વર્ગમાં પણ તે જ દિવસે અશ્ચિક, પર્વત, બાહુલ અને સાગર એમ ચાર પુત્રને જન્મ થયે. અમાત્યે પિતાની પુત્રીને પુત્રને કલાચાર્ય પાસે ભણવા મૂક્યો. તે ગણિતાદિ શીખે તેમજ તેણે બધી કળાઓ પણ જાણી લીધી. રાજાના બાવીસ પુત્રો પણ આ કલાચાર્ય પાસે શીખતા હતા. તેઓ આચાર્યને પિટતા હતા, તેની અવગણના કરતા હતા અને તેને ગમે તેમ કહેતા હતા. પરંતુ જ્યારે આચાર્ય તેમને મારતા ત્યારે તેઓ પિતાની માતા પાસે જઈને આચાર્યને ઠપકે અપાવતા હતા. આથી તેઓ ઠોઠ રહી ગયા.
આ સમયે “મથુરામાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને નિર્વતિ નામની કુમારી પુત્રી હતી. તે એક દિવસ શણગાર સજીને રાજા પાસે આવી. તેને જોઈને રાજાએ કહ્યું કે તને ચે તેની સાથે તું લગ્ન કરજે. પુત્રીએ જવાબ આપે કે જે શૂરવીર હશે તેને હું પરણીશ. અને તે મને રાજ્ય આપશે. આમ કહી તે “ઈન્દ્રપુર” નગરે ગઈ. ત્યાં તેને આવેલી જોઈ ત્યારે ઈન્દ્રદત્ત રાજા ખુશી થ અને પિતાને બીજાઓથી અધિક ભાગ્યશાળી માનવા લાગ્યા. નગરને પતાકાથી શણગારવામાં આવ્યું. એક અક્ષમાં આઠ ચકો સ્થાપ્યાં, તેની સામે શાલભંજિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org