________________
ગુચ્છક ]
સાનુવાદ ( પુતળી) સ્થાપી તેની ડાબી આંખ વધે તેને આ પરણે એવી પ્રતિજ્ઞા જાહેર થઈ. ઈન્દ્રદત્ત પિતાના બાવીસ પુત્ર સાથે આ સ્થળે આવ્યું. તેના પુત્રોએ વારાફરતી પ્રયાસ કર્યો, પરંતુ કોઈને આમાં ફત્તેહ મળી નહિ. આથી રાજા નિરાશ થયો. પ્રધાને તે વખતે રાજાને કહ્યું કે આપનો એક બીજો પુત્ર કે જે મારે પિત્ર છે તે આ વેધ કરી શકશે. પુત્ર બાબત રાજાને અભિજ્ઞાન (એંધાણ) દ્વારા ખાતરી કરાવી એટલે તે પુત્ર પુતળીની આંખ વીંધવા ધનુષ્ય હાથમાં લીધું. આ સમયે પેલા ચાર દાસી–પુત્રો ચાર દિશામાં ઊભા રહી વિન કરવા લાગ્યા. વળી બે પુર પાસે ઊભા રહી ધમકી આપવા લાગ્યા કે જે તારાથી કામ નહિ સરે, તે અમે તારું માથું ઉડાવી દઈશું. કળાચાર્ય પણ ખલના થશે તે મારી નાંખવામાં આવશે એમ બીક બતાવવા લાગ્યા. બાવીસ પુત્રે પણ આ નિશાન ચૂકી જાય એ પ્રયત્ન કરવા લાગ્યા. છતાં આ ૨ જનેની પરવા ન કરતાં એક ચિત્તે આઠ ચ કોનું અંતર ધ્યાનમાં રાખી તેણે પુતળીની ડાબી આંખ વીંધી નાંખી. આ વખતે લોકોએ હર્ષ થી જય-નાદ કર્યો. જેમ આ વેધ દુષ્કર છે તેમ મનુષ્ય–જન્મ પણ દુર્લભ છે એમ આ ઉદાહરણથી સૂચવાય છે. (૮) રામનું દષ્ટાંત
એક લાખ જન વિસ્તારવાળું તળાવ છે. તેમાં લીલ (સેવાલી બાઝી ગઈ છે. પરંતુ એક દિવસ પવન ફૂંકાવાથી તે જરા દૂર થતાં તેમાં એક છિદ્ર પડયું કે જેમાંથી કાચબા પિતાની ડોક બહાર કાઢી શકે. આ તળાવમાં રહેલો કાચબો સો વર્ષે પિતાની ગરદન પ્રસારે છે. તેને આ વેળા તે છિદ્રમાંથી ચન્દ્રનું દર્શન થયું. આથી તેણે એ મનસુબો કર્યો કે મારા કુટુંબીઓને આ હું બતાવું. એમ વિચારી તે પિતાના સ્વજનેને બોલાવી લાવ્યો એટલામાં તે તે છિદ્ર પૂરાઈ ગયું અને ચન્દ્ર-દર્શન કરાવવાના તેના મને રથ તે મનમાં જ રહી ગયા. ફરીથી આ માટે તે ઘણએ ફાંફાં મારે, પરંતુ તેમાં તે ભાગ્યે જ ફતેહમંદ થાય તેમ મનુષ્યજન્મ મળવો એ સહેલી વાત નથી. (૯) યુગનું દષ્ટાન્ડ
કેઈ એક પુરુષ સ્વયંભૂરમણ” સમુદ્રના પૂર્વ કિનારેથી યુગ (ધંસરા)ને નાખે અને પશ્ચિમ કિનારેથી તેની અંદર નાંખવાની (સમીલા ખીલી)ને નાખે. પછી તે બને ભેગા થઈ ખીલી ધૂંસરાના છિદ્રમાં આપોઆપ આવી જવી જેમ દુર્લભ છે, તેમ મનુષ્ય–જન્મ મળ દુર્લભ છે. (૧૦) પરમાણનું દષ્ટાન્ત–
કેઈ એક સુર એક સ્તંભને ચૂરેચૂર કરી તેના પરમાણુઓને નળીમાં ભરે અને “મેરુ પર્વતની ચૂલા ઉપર ચડી ફૂંક મારી તેને ઉડાવી દે. ત્યાર પછી તે પરમાણુઓને એકત્રિત કરી ફરી સ્તંભ બનાવવામાં જેટલે અંશે તે સફળ થાય એનાથી પણ ઓછે અંશે મનુષ્ય--જન્મ ફરીથી મળી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org