________________
સાનુવાદ
ગુચ્છક ] છે. આ પ્રાપ્તિ કંગાલના ઘરમાં નિધાન અથવા રેગી જનેને (કુશળ) વૈદ્યના લાભ જેવી છે. તેથી કરીને (અથત જૈન શાસનની પ્રાપ્તિની દુર્લભતાને લીધે જીવે પિતાના) આત્માને કલ્યાણકારી કાર્ય કરવું, પરંતુ અહિતકારી કરવું નહિ, જેથી કરીને મેક્ષમાં આત્યન્તિક અને એકાન્તિક સુખ મળે.”—૧૪-૮
મનુષ્ય-ભવની દુર્લભતા
સ્પષ્ટી-વટ વૃક્ષને વિષે પુષ, સ્વાતિ નક્ષત્રમાં વૃષ્ટિ, કલિ-કાલમાં દેવનું દર્શન, સમુદ્રમાંથી દક્ષિણાવર્ત શંખની પ્રાપ્તિ ઈત્યાદિ જેમ દુર્લભ છે તેમ મનુષ્યજન્મ અતિશય દુર્લભ છે. પ્રથમ તે એ જ ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે અનન્ત કાળ પર્યત અવ્યવહાર-રાશિમાં અર્થાત્ જ્યાં વિવેક-ષ્ટિ બહેર મારી ગયેલી કહી શકાય-જ્યાં ચેતનત્વના ઉપર મેટું મીઠું વળી જવાને ભય રહે હોય એટલી હદ સુધીની આત્માની અવનતિ અને અધોગતિરૂપ સૂક્ષમ નિગેદમાં સડડ્યા પછી ભવ્યતાના પરિપાકને લઈને વ્યવહાર-રાશિમાં અવાય છે. કેટલાએ ભ સુધી પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં ભમ્યા પછી શ્રીન્દ્રિયતા મેળવાય છે. ત્રીન્દ્રિયતા અને તેથી ઉચ્ચ ચતુરિન્દ્રિયતા મેળવતાં મહા મુસીબત પડે છે. વળી પંચેન્દ્રિયતા ને તેમાં પણ તિર્યંચાદિ તરીકે ઉત્પન્ન ન થતાં માનવ તરીકે જન્મ મેળવતાં તે કઠે પ્રાણ આવે છે. આ ઉપરથી મનુષ્ય-જન્મની દુર્લભતા સિદ્ધ થાય છે. એને આબેહુબ
ખ્યાલ આવે તે માટે શાસ્ત્રકારે નિમ્ન-સૂચિત દશ દષ્ટાન્ત વડે તેની દુર્લભતા દર્શાવે છે. શ્રીઉત્તરાધ્યયન સૂવની ચાદ પૂર્વધર શ્રીભદ્રબાહુવામીએ રચેલી નિર્યુક્તિના ૧૪૫મા પત્રમાં કહ્યું છે કે
૧ આ પ્રમાણે પરસ્પર સંબંધવાળા ચાર પદ્યથી વધારેના સમૂહને “કુલક” કહેવામાં આવે છે. આ વાતની પુષ્ટિ અર્થે નિમ્નલિખિત પધ વિચારીશું –
“જ્ઞાણાં ગુમમિતિ ઘોર, ત્રિમિક વિપક્ષમાં
ટાઇ જતુfમ: થાત, તદર્થ “ઢવા રકૃત ” અર્થાત બે સંબદ્ધ કલોકાને “યુગ્મ', ત્રણને “વિશેષક', ચારને “કલાપક” અને એથી વધારે પદ્યના સમુદાયને કુલક' કહેવામાં આવે છે,
આ કુલકનાં ઉદાહરણો કવીશ્વર કાલિદાસકૃત રઘુવંશ (સ. ૧, . ૫-૮)માં, કવિરાજ માધકૃત શિશુપાલવધ (સ. ૧. ક. ૧-૧૦)માં, ચતુર્વિશતિજિનદેશના સંગ્રહ (પત્રાંક ૧૫, ૧૬, ૨૭, ૩૬-૩૭, ૫૫)માં ઇત્યાદિ કૃતિઓમાં નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org