________________
૪૪
વિરાગેરસમજરી
[પંચમ અભયકુમારે નગરના ત્રણ તરફના દરવાજા બંધ કરાવ્યા અને થે દરવાજે ઝડતી લેવા તે પોતે ઊભું રહ્ય, તપાસને અંતે એ મુદ્રિકા દુધા પાસેથી નીકળી. તેની ઉલટસુલટ પરીક્ષા લીધી પણ તે નિર્દોષ જણાઈ એટલે આ ચતુર ચેતી ગયો કે આના ઉપર કામાતુર થઈ જવાથી પિતાશ્રીએ જ આ કપટ-નાટક ભજવ્યો જણાય છે. આમ વિચારી દુધાને સાથે લઈને તે પિતાના પિતા ચણિક પાસે આવ્યો અને કહ્યું કે હે મહારાજ! આપના ચિત્તની ચોરી કરનાર પાસેથી આ મુદ્રિકા મળી છે. આપ કબૂલ કરે કે નહિ પણ આ મુદ્રિકાએ જ આપની પોલ ઉઘાડી પાડી દીધી છે. રાજા આ સાંભળી હસ્યો. પછી દુર્ગધાના ઉછેરનારને બોલાવી તેની સંમતિથી રાજાએ તેની સાથે લગ્ન કર્યું અને જોતજોતામાં રાજાની મહેરબાની તેના ઉપર એટલી બધી વધી ગઈ કે તેને પટરાણીનું પદ મળ્યું.
એક દિવસ રાજા આ દુર્ગન્ધા સાથે પાસા ખેલત હતું ત્યારે મહાવીરે કહ્યું હતું તેમ બન્યું. આ સમયે એને એ વિચાર આવ્યું કે નિચ કુળમાં જન્મેલી જે માન પામે તે પણ તે પિતાની જાત પર ગયા વિના રહેતી નથી. આથી તેનું મુખ જરા મલકાયું. તેને જોઈ દવાએ પૂછયું કે આ હાસ્યને શો હેતુ છે? એણિકે મહાવીરે કહેલી હકીકત અથથી તે ઈતિ સુધી કહી સંભળાવી. આથી ધાને વૈરાગ્ય ઉત્પન થશે અને તેણે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ કરી તેણે પિતાનું જીવન સફળ કર્યું. સુમતિની કથા--
“મગધ દેશમાં આવેલા “કુશસ્થલપુર નગરને વિષે જીવાદિક નવા તત્વના જાણકાર બે ધનાઢય ભાઈઓ વસતા હતા. એકનું નામ સુમતિ હતું, અને બીજાનું નામ નાગિલ હતું. કર્મવશાત્ તેઓ એટલા બધા નિધન થઈ ગયા કે તેમને પોતાનું ગામ છેડવાને વારો આવ્યે, કિન્તુ તેમણે છળ કપટ કરી ધન મેળવવા વિચાર સરોએ કર્યો નહિ. " પરદેશ જતાં રસ્તામાં પાંચ સાધુ અને એક શ્રાવક તેમની નજરે પડ્યા. આને સંઘાત કરવા નાગિલે સુમતિને કહ્યું એટલે તેણે હા પાડી. આગળ ચાલતાં નાગિલને પ્રતીતિ થઈ કે આ સાધુઓ તે કુશીલ છે અને તેમને સંગ કરે કે તેમની સાથે વાર્તાલાપ કરે તે સમ્યકત્વને દૂષિત કરવા જેવું છે. આથી તેમને ત્યાગ કરવા તેણે સુમતિને કહ્યું. સુમતિએ તેની વાત ન સ્વીકારી અને ઉલટું કહેવા લાગ્યું કે તું એ છે કે મેટે શ્રાવક થઈ પડયો છે કે શુદ્ધ ગેરી કરનારા, વિવિધ તપસ્યા આદરનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org