________________
ગુચ્છક] સાનુવાદ
૩૭૫ સંતાનગત જ્ઞાન આશ્રીને એ વાત સ્પષ્ટ છે કે વનિતા વગેરેના જ્ઞાનની ઉત્પત્તિને વિષે વનિતારૂપ જે સામગ્રી છે તે જ સુખદુઃખની પણ સામગ્રી નથી, કિન્તુ રાગાદિ વાસનાવિશેષ પણ તેમાં સામગ્રીરૂપ છે. જે એમ ન માનીએ તે રાગીની પેઠે મુમુક્ષુને પણ ઉત્તમ સુંદરીના રૂપને જ્ઞાનથી સુખ અને પિશાચિનીના રૂપના જ્ઞાનથી દુઃખ થાય એવી અઘટિત વાત સ્વીકારવી પડશે. વળી ભર ઉનાળામાં પણ ચંદનના સ્પર્શના જ્ઞાન-માત્રથી શાંતિ થઈ જવી જોઈએ. આ સંબંધમાં એ દલીલ નકામી છે કે રૂપના દર્શન, મસ્કાર વગેરે સામગ્રીથી જ્ઞાન તેમજ સુખ-દુઃખની ઉત્પત્તિ હેવાથી જ્ઞાનથી સુખદુઃખ ભિન્ન નથી, કેમકે સામગ્રીની સામાન્યતામાં વિશેષતા ન હોય તો પણ અવાંતર દેશ, કાળ, ભાવ વગેરે સામગ્રીની વિશેષતાને લઈને ભિન્નતાની ઉત્પત્તિ છેજ આ તે. કારણરૂપ ભેદ દ્વારા પ્રવૃત્તિજ્ઞાનસંતાનગત જ્ઞાન અને સુખદુ:ખને ભેદ થયો. સ્વરૂપથી પણ ભિન્નતા છે. જેમકે જ્ઞાન સ્વપરપ્રકાશક છે, જ્યારે સુખ-દુઃખ અનુકુળ અને પ્રતિકુળ વેદનીયરૂપ છે. ફળની બાબતમાં પણ ભેદ છે. જેમકે હિતની પ્રાપ્તિને વિષે પ્રવૃત્તિ અને અહિતના પરિવારને વિષે નિવૃત્તિ એ જ્ઞાનનું ફળ છે, જ્યારે નવીન નવીન સ્વગોચર તૃષ્ણાથી વિમુખતાની ઉત્પતિ તેમજ નેત્ર વગેરે પ્રસાદ દ્વારા વિવર્ણનાની ઉત્પત્તિ સુખ-દુઃખનાં ફળ છે.
આલયજ્ઞાનસંતાનગત જ્ઞાન પરત્વે પણ વિચાર કરતાં એ જ્ઞાનની સુખદુઃખ સાથે અભિન્નતા સ્વીકારી શકાતી નથી, કેમકે એમાં હેત, સ્વરૂપ અને ફળની બાબતમાં ભિન્નતા રહેલી છે. આલયજ્ઞાનને હેતુ સમનંતર પ્રત્યસંગી પૂર્વ જ્ઞાન છે જ્યારે ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુના અંગો સુખદુઃખના હેતુઓ છે. વળી આ જ્ઞાનનું સ્વરૂપ સ્વપરપ્રકાશકરૂપ તેમજ પ્રત્યયવિષયક પણ છે, જ્યારે સુખદુઃખનું સ્વરૂપ તે ઉપર મુજબ છે. વિશેષમાં આ જ્ઞાનનું ફળ ઉતર જ્ઞાનના પ્રવાહને તેમજ પ્રવૃત્તિ જ્ઞાનને પેદા કરવારૂપ છે, જ્યારે સુખદુઃખનાં ફળે તે ઉપર મુજબ સમજવાનાં છે. અત્રે એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે આલયજ્ઞાનને સુખદુઃખરૂપે માનતાં હું સુખ છે, હું દુઃખ છું એ પ્રત્યય થવો જોઈએ, નહિ કે હું સુખી છું, હું દુઃખી છું એ. એટલે આ પ્રમાણે વિચારતાં જ્ઞાન અને સુખદુઃખ વચ્ચે ભિન્નતા સિદ્ધ થાય છે. છતાં પણ બાલગોપાલ પણ આ ભેદ સમજી શકે તેવા હેતુથી જ્ઞાનની સુખદુઃખથી ભિન્નતા સિદ્ધ કરનારી અન્ય યુક્તિ ગ્રંથકારે આ પદ્યમાં દર્શાવી છે. જેમકે કુશળ અનુષ્ઠાન વડે સાધ્ય એવી કમં પ્રકૃતિ પુણ્ય છે, જયારે અકુશળ અનુષ્ઠાનવડે સાધ્ય એવી કર્મપ્રકૃતિ “પાપ” છે. આ પ્રમાણેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org