________________
વૈરાગ્યરસમજરી
[ પચમ નિમિત્ત-કારણ યાને સહકારિ–કારણ બની શકે છે. જેમકે પૃથ્વી, પાણી, પવન અને અગ્નિના બીજરૂપ પૂર્વે થનાર સમર્થ પૂંજમાંથી ઉત્તરાત્તર પૃથ્વી વગેરેના બીજરૂપ જ પુંજ સમર્થતર ઇત્યાદિ ક્રમે ઉત્પન્ન થાય છે. તેમાં પ્રથમ પુંજમાં રહેલું બીજ ઉત્તર પુજમાં રહેલા બીજનું ઉપાદાન-કારણ છે, જ્યારે પ્રથમ પુંજગત પૃથ્વી વગેરે તે! નિમિત્ત-કારણ છે. એ પ્રમાણે પ્રથમ પુંજગત પૃથ્વી વગેરે પણ ઉત્તર પુંજગત પૃથ્વી વગેરે પ્રતિ ઉપાદાન–કારણરૂપ છે, જ્યારે પ્રથમ પુંજગત બીજ તા નિમિત્ત-કારણ છે. આ રીતે પૃથ્વી વગેરેમાં પણ પરસ્પર નિમિત્ત-કારણતા ઔદ્ધ મતમાં સ્વીકારાયેલી છે. અહીં તેા અચેતન સંતાનને ૌદ્ધો કોઇના પણ ઉપાદાન—કારણ તરીકે સ્વીકારતા નથી. આથી કરીને જન્માંતરભાવિ ભાતૃ-ચેતનના સહકાર-કારણ તરીકે એને સ્વીકારાય તેમ નથી, કેમકે બાદ્ધોના એ સિદ્ધાન્ત છે કે નિમિત્તતા એ ઉપાદાનથી વ્યાપ્ત છે અર્થાત્ જે ઉપાદાનરૂપ હોય તે જ નિમિત્તરૂપ બની શકે. એટલે કે જેમ એક જ્ઞાન-ક્ષણને કર્તૃત્વ અને ભાતૃત્વ ઉભયના ઉપભાગ સંભવતા નથી. તેમ આ સંતાનને પણ સ*ભવતા નથી.
આ પ્રમાણે એ વિકલ્પાના વિચાર થઇ રહેતાં બાકી રહેલ વિપ તાસતાં કહેવું પડશે કે અવસ્તુનું અસ્તિત્વ તે વધ્યા—સુતના જેવું છે એટલે જેમ વધ્યા-મુતથી કર્તૃત્વ કે ભકતૃત્વ શકય નથી તેમ અવસ્તુરૂપ સંતાનથી પણુ આ કાર્યાંની ઉત્પત્તિ શક્ય નથી. આથી કરીને આત્માનું અસ્તિત્વ સ્વીકારવું એ જ શ્રેયસ્કર તેમજ પ્રેયસ્કર માર્ગ છે.
प्रभवा पुण्यपापाभ्यां संवित्तिः सुखदुःखयोः । ज्ञानं भिन्नं ततो नैव, संवित्तिः सुखदुःखयोः ॥९७॥
સુખ-દુઃખના સવેદનમાં હેતુતા—
Àા—“ પુણ્ય અને પાપ વડે સુખ અને દુઃખનું જ્ઞાન થાય છે, તેથી જ્ઞાન એનાથી ભિન્ન છે અને એનાથી સુખ અને દુઃખનુ' સંવેદન નથી જ. ''–૮૭ જ્ઞાનની સુખ-દુઃખી ભિન્નતા—
સ્પષ્ટી-આત્માના અસ્વીકાર કરનારા બૃદ્ધોનું માનવું એમ છે કે જ્ઞાન ને જ સ્વર્ગમાં સુખરૂપે અને નરકમાં દુઃખરૂપે પ્રાદુર્ભાવ થાય છે. પરન્તુ આ માન્યતા યુક્તિ-સંગત નથી. સુખ-દુઃખનાં કારણમાં, સ્વરૂપમાં અને ફળમાં ભેદ્ય હૈ:વાથી જ્ઞાનથી સુખ-દુઃખ ભિન્ન છે. પછી ભલેને આ જ્ઞાન પ્રવૃત્તિજ્ઞાનરૂપ સંતાનગત હોય કે આલયજ્ઞાનરૂપ સંતાનગત હેાય. પ્રવૃત્તિજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org