________________
૩૭૬
વૈરાગ્યસમજરી
[ પંચમ
>
પુણ્ય અને પાપરૂપ અસાધારણ કારણ વડે સુખદુઃખના અનુભવ થાય છે, કિન્તુ મનસ્કારાદિથી સુખદુઃખનેા અનુભવ થતા નથી, કારણ કે સાતવેદનીય કર્મના ઉદયથી આત્માને જે આનન્દ થાય છે તે ‘ સુખ ' છે, જ્યારે અસાતવેદનીયના ઉદયથી આત્માને જે સંતાપ થાય છે તે દુ:ખ' છે. આથી કરીને આલયજ્ઞાન તેમજ પ્રવૃત્તિજ્ઞાનની સુખદુઃખથી ભિન્નતા સિદ્ધ થાય છે; કેમકે એની ઉત્પત્તિમાં જુદાં જુદાં કારણા છે, નહિ કે બધાંને માટે એક જ કારણુ છે. એમ છતાં પણ જો આ વચ્ચે ભિન્નતા ન માનતા અભેદતા સ્વીકારાય તે ભેદરૂપ વ્યવહારને ઉચ્છેદ થશે.
આથી તાત્પર્ય એ નીકળે છે કે જેમ ઘટ અને પટની ઉત્પત્તિનાં કારણેા જુદાં હાવાથી તે અને ભિન્ન છે, તેમ સુખ અને દુઃખ જ્ઞાનથી ભિન્ન છે, કેમકે તેની ઉત્પત્તિનાં કારણેામાં ભિન્નતા રહેલી છે. આથી કરીને જ્ઞાન જ ચથાપ્રસ`ગ સુખદુ:ખના સંવેદનરૂપ છે એ વાત ન માનતાં જ્ઞાનથી અતિરિક્ત સુખદુઃખને ભાગવવાવાળા અન્ય કેાઇ છે-જીવ છે એમ માનવું જોઇએ અને તેમ માનવાથી જ પરલેાક માટેનાં અનુષ્ઠાના સાર્થક થાય.
આ પ્રમાણે આત્માની સિદ્ધિ થતાં અદ્વૈતવાદ સામે જૈન ઢષ્ટિનું શું કથન છે તે રજી. કરાય છે. સ્ફુટ શબ્દોમાં કહીએ તે અદ્વૈતવાદીઓની આત્મા પરત્વે એવી માન્યતા છે કે તે એક જ છે, પરબ્રહ્મસ્વરૂપી છે, સર્વ વ્યાપક છે અને સમસ્ત વિશ્વનાં શરીરાને વ્યાપીને તે શાશ્વત રહેલા છે, જ્યારે જેનાની માન્યતા એવી છે કે શરીરે શરીરે આત્મા જુદો જુદો છે, અર્થાત્ તે દેહાવચ્છિન્ન છે. આ વાતને નહિ સ્વીકારવાથી જે દોષો ઉદ્ભવે છે તે ગ્રંથકાર હવે પછીના પદ્યમાં દર્શાવે છે.
प्रतिदेहं विभिन्नोऽय - मात्मा साङ्गर्यमन्यथा । પુણ્યે પાપે મુદ્દે સુણે, મનેમોક્ષ મવે િચ ા
શરીરે શરીરે જીવની પૃથક્તા
શ્લા e- ~ આ જીવ શરીરે શરીરે ભિન્ન છે. જો એમ ન હેાય તેા પુણ્યમાં, પાપમાં, સુખમાં, દુઃખમાં, મેાક્ષમાં અને સ’સારમાં પણ સંકરતા થાય. ’–૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org