________________
ગુચ્છક ; સાનુવાદ
૩૫૩ ઘીમાં તળેલાં અને ખાંડ પાયેલાં ભ, દી તરીકે શરદ્ ઋતુમાંનું ગાયનું ઘી, શાકમાં સ્વસ્તિક અને મંકી અને મુખવાસ તરીકે સુગંધી તાંબૂલ એ સિ વાયની અન્ય વસ્તુઓને પણ હું ત્યાગ કરું છું.
આ પ્રમાણે નિયમો સ્વીકારી પ્રભુને પ્રણામ કરી કામદેવ પિતાને ઘેર ગયો. પિતે શ્રાવકનાં વ્રતો અંગીકાર કર્યા છે એ વાત તેણે પોતાની પત્ની ભદ્રાને કહી અને તેને સૂચના કરી કે તું પણ પ્રભુ પાસે જા અને ત્ર ગ્રહણ કર. ભદ્રાએ તેમ કર્યું. પછી કુટુંબને ભાર પોતાના જ્યેષ્ઠ પુત્રને સેંપી કામદેવ પૈષધશાળામાં ગયો. તે રાત્રે ધ્યાનથી ચલાયમાન કરવા માટે એક મિથ્યાદિ દેવ વિકરાળ પિશાચનું રૂપ લઈ ત્યાં આવ્યો. એનું મસ્તક ૧ કિલિંજ જેવું હતું. એના કર્કશ અને કપિલ વર્ણવાળા કેશ ચેખાનાં કણસલાં જેવા શોભતા હતા. એનું કપાળ મોટા ઘડાના પટ જેવું જણાતું હતું. ગળીની પૂછડી જેવાં એનાં ભવાં હતાં. એનાં નેત્રે તપેલી ઊંદરડીની જેમ ભયાનક અને બીભત્સ હતાં. એના કાન સૂપડા જેવા, નાક મેંઢાના જેવું, નસકેરાં પહોળા મેંઢાના ચૂલા જેવા, દાંતને વર્ણ ઘોડાની બદામી પીળચટી પૂછડી જે, હોઠ ઊંટના જેવા, દાંત ફાળ જેવા લાંબા, જીભ નાગણ જેવી, જડબાં હળના હાથા જેવાં, ગાલ બેસી ગયેલા, ફિક્કા અને ખાડાવાળા, હડપચી સિંહ જેવી, ગરદન ઊંટ જેવી, ખભા મૃદંગ જેવા, છાતી શહેરના દરવાજા જેવી પહેળી, હાથ સર્પ જેવા ભીષણ, હથેલી શિલા જેવી, આંગળીએ શિલાપત્રક જેવી, પેટ પાતાળ જેવું, નાભિ (ટી) કૂવા જેવી ઊંડી, પુરુષચિન્હ અજગર જેવું, વૃષણ કુતુપ જેવા, જંઘા તાલના ઝાડ જેવી, પગ પર્વતની શિલા જેવા એ પ્રમાણે પ્રત્યેક અંગો અને ઉપાંગ કમકમાટી ઉપજાવે તેવાં હતાં. વિશેષમાં તેણે માથા ઉપર મુગટ તરીકે ઉંદરની માળા રાખી હતી, ડોકમાં શેરડાની શ્રેણી ઘાલી હતી, કણિકાની જગ્યાએ નોળીઓ રાખ્યા હતા અને અંગદને બદલે સાપને શણગાર સજે હતે. અસ્ત્રા જેવી તીક્ષણ તેમજ પહોળી અને નીલ વર્ણની તરવારને રમાડતે રમાડતે અને મેઘગર્જનને પણ હઠાવે એટલે મેટેથી બૂમ મારતો મારતે તે કામદેવ પાસે આવી પહોંચ્યો અને તિરસ્કાર અને ક્રોધપૂર્વક તેને કહેવા લાગ્યો કે હે કામદેવ! કેઈ જેની ન ઈચ્છા કરે તેની તું ઇચ્છા કરે છે, વળી તું હાથે કરીને દુઃખી થાય છે, વાતે હું તને કહું છું કે જો તું આ તારા નિયમને ત્યજી નહિ દે તો આ તીર્ણ તરવાર વડે તારું માથું ઉડાવી દઈશ. પિશાચનું ભયંકર રૂપ જોઈને કે તેની આવી ધમકી સાંભળીને કામદેવને જરા પણ ભ થયો નહિ. આથી બે ત્રણ વાર આ
૧ ગાયને ખાવાનું આપવા માટે વપરાતું વાંસનું પાત્ર.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org