________________
ઉપર વરાગ્યરસમંજરી
[પશ્ચિમ 'કામદેવ પ્રમુખ શ્રાવકેની પ્રશંસા
પ્લેટ-ઉપસર્ગોના સંસર્ગમાં પણ દઢ વ્રતને પાળવામાં પરાયણ અને તીર્થકરોને પણ પ્રશંસા કરવા લાયક એવા કામદેવ પ્રમુખને અભિનન્દન ઘટે છે. ”—પદ કામદેવની કથા--
સ્પષ્ટી-ઉપાસક દશાંગમાં પ્રાકૃત ભાષામાં (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલની પિતા, (૪) મુરાદેવ, (૫) શુદ્ધશતક,(૬) કુંડલિક, (૭) સાલપુત્ર, (૮) મહાશતક, (૯) નંદિની-પિતા અને (૧૦) શાલિહીપિતા એ દશ મહાશ્રાવકેના સવિસ્તર વૃત્તાન્ત છે. તે પૈકી કામદેવનું વર્ણન બીજા અધ્યયનમાં છે. એગશાસ્ત્ર (પ્ર. ૩, લે. ૧૩૯)ની પણ વૃત્તિમાં તે ગીર્વાણ ગિરામાં આનું પદ્યબદ્ધ રસપ્રદ વર્ણન છે. આ બેના આધારે અહીં એની કથા નીચે મુજબ આપવામાં આવે છે –
ચંપા નગરીમાં જિતશવ રાજા રાજ્ય કરતે હતું તે વખતે તેના નગરમાં કામદેવ નામને બુદ્ધિશાળી તેમજ ઋદ્ધિશાળી ગૃહસ્થ વસતે હતે. તેને ભદ્રા નામની ધર્મપત્ની હતી. છ કટિ હિરણ્ય નિધાનમાં, છ કટિ સુવર્ણ વ્યાજે આપેલ, છ કોટિ સુવર્ણની સ્થાવર મિલ્કત અને દશ હજાર ગાયનું એક ગેકુળ એવાં છ ગોકુળો એટલી એની સંપત્તિ હતી.
એક દિવસ શ્રમણ ભગવાન મહાવીરનું તે નગરના “પુષ્યભદ્ર” નામના ઉદ્યાનમાં સમવસરણ થયું. આ સાંભળીને કામદેવ તેમને વંદન કરવા ગયો. પ્રભુની ધર્મ–દેશના સાંભળીને તેણે શ્રાવકનાં બાર વ્રતે સ્વીકાર્યો. જેમકે ભદ્રા સિવાયની અન્ય સ્ત્રીઓ મારે મા, બેન કે પુત્રીના સમાન છે, ઉપર દર્શાવેલ સંપત્તિ ઉપરાંતની સંપત્તિનું મારે પ્રત્યાખ્યાન છે, પાંચસે હળ ઉપરાંતનાં ક્ષેત્રને હું ત્યાગ કરું છું, પાંચસે શકટ અને ચાર વહાણ દેશાંતર માટે અને ચાર વહાણ ઘરનાં ઉપયોગ માટે રાખી બાકીનને હું ત્યાગ કરું છું, અંગમાર્જન તરીકે સુગંધી કષાય રંગનું અંગમાર્જન (towel), દંતધાવન તરીકે આÁ મધુયણિકા, ફળમાં ક્ષીર-આમલક, અત્યંગ (unguent) તરીકે સહપાક અને શત પાક તેલ, ઉદ્વર્તન (powder) તરીકે મુગંધી ગંધાય ચૂર્ણ, સ્નાન કરવા માટે આઠ આખિક ઘડા ભરીને જળ, વસ્ત્રમાં શ્રેમની જોડી, વિલેપન માટે ચંદન, અગુરુ (alo) અને કેસર, ફૂલમાં જઈ અને પદ્ધ, આભૂષણોમાં કર્ણિકા અને મુદ્રિકા, ધૂપમાં તુરુષ્ક (olibanum) અને અગુરુ, પિયામાં કાપેયા, ચોખામાં કલમ, ભક્ષ્ય (pastry)માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org