________________
૩૫૪
વૈરાગ્યરસમંજરી
[પંચમ
પ્રમાણે કહીને થાકયા પછી તે પિશાચે ભયંકર હાથીનું રૂપ ધારણ કર્યું. આ વેળા તે દેવે તેને કહ્યું કે હે માયાવી ! કયા પાખંડ ગુરુ પાસે તેં આવું વ્રત ઉચ્ચાર્યું છે? જો તારે જીવતા રહેવું હોય તે હું કહું છું તેમ તું કર. નહિ તે આ સુંઢ વડે તને આકાશમાં ઉછાળીશ, પડતી વેળા તને અતિતીક્ષ્ણ દંતશૂળ ઉપર ઝીલીશ અને પછી નીચે પછાડી પગ વડે છુંદીશ. આથી પણ કામદેવ તા અકળાયે નહિ એટલે તે પિશાચે ધમકી આપ્યા મુજમ તેની કદર્થના કરી, પરંતુ કામદેવ પોતાના ધ્યાનમાં મસ્ત રહ્યો. પોતાના પાસે સવળા ન પડ્યા એટલે એ પિશાચે ઉગ્ર ઘાર વિષમ સર્પનું રૂપ વિકર્યું અને કામદેવને ફરીથી સમજાવવા લાગ્યા. પરંતુ કામદેવે જ્યારે તેનું કહ્યું ગણકાર્યું નહિ એટલે તે તેની આસપાસ વીંટળાઇ વળ્યા અને અનેક ઠેકાણે તેણે ડંખ માર્યા. પરન્તુ તેથી તેને કશે। શુક્રવાર વન્મ્યા નહિ. એટલે પાતે પેાતાનું દિવ્ય રૂપ પ્રકટ કર્યું અને કામદેવની તારીફ કરવા માંડી કે ઇન્દ્રે સભામાં તમારા ધૈર્યની જ્યારે પ્રશંસા કરી ત્યારે મેં તેને તમારી વાહવાહનાં ખાલી ખણુગાં ફૂંકતા માન્યા અને તેથી તમારી પરીક્ષા કરવા અહીં આવ્યેા; પરંતુ મેં મારૂં પૂરેપૂરું જોર અજમાવી જોયું છતાં હું તમને ક્ષેાભ ન જ પમાડી શકયો. આથી હું મુક્ત કંઠે તમારા સત્ત્વની સ્તુતિ કરૂં છું અને પરીક્ષાના નિમિત્તે મેં તમને જે કષ્ટ પહાંચાડયું છે તે બદલ ક્ષમા યાચું છું. કહીને તે દેવ પાતાને સ્થાનકે ચાલતા થયા.
આમ
પૂરી થતાં
આ તરફ ઉપદ્રવ શાંત થતાં અને રાત્રિ ઘેર ગયા. પછીથી તે શ્રીમહાવીરને વંદન કરવા ગયા. રાતના સર્વ વૃત્તાંત કહી સભળાવ્યેા તેમજ ઉપસગે† સહન કરવામાં તેણે જે પરાક્રમ દર્શાવ્યું હતું તે બદલ તેની પ્રશંસા પણ કરી. ત્યાર બાદ કામદેવે શ્રાવકની અગિયાર પ્રતિમાઓના આશ્રય લીધો. અંતમાં સલેમના કરી, અનશનવ્રત આદરી સમાધિપૂર્વક કાળ કરી તે સૈધમ’ દેવલાકમાં આવેલા ‘અરુણાભ’ વિમાનમાં ચાર પળ્યેાપમના આયુષ્યવાળા દેવ થયેા. ત્યાંથી ચ્યવીને વિદેહ’માં ઉત્પન્ન થઇ તે મેક્ષે જશે.
કામદેવ પોતાને ત્યાં પ્રભુએ તેને
चारित्रपक्षपातित्वाद्, व्रताभावेऽपि देवता । वैमानिकेषु जायेत, संविग्नो विघ्नहारकः ॥५७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org