________________
ગુરછક] સાનુવાદ
(૪૩. પૂર્વ દિશામાંની અત્યંતર કૃષ્ણરાજી દક્ષિણ દિશામાંની બહારની (દક્ષિણ બાહ્ય) કુણરાજીને સ્પર્શે છે. એવી રીતે દક્ષિણ અત્યંતર કણરાજી પશ્ચિમ બાહ્યને, પશ્ચિમ અત્યંતર ઉત્તર બાહ્ય અને ઉત્તર અત્યંતર પૂર્વ બાહ્યને સ્પર્શે છે. આ આઠે કૃષ્ણરાજીઓનું સંથાન અક્ષવાટકના જેવું છે. આને વિષ્કભ ( વિસ્તાર ) સિંખ્યાત જનને છે, જ્યારે તેને પરિક્ષેપ ( પરિધિ ) અને આયામ (દીર્ઘતા) અસંખ્યાત યાજનના છે. તમસ્કાયનું માપ કાઢવા માટે ગ્ય એ દેવ શાસ્ત્રમાં વર્ણવેલી ગતિ પૂર્વક એક કૃષ્ણરાજીના છેડાથી ગમન કરે તે પખવાડીયામાં તે તેના કેટલાક ભાગ સુધી જ જઈ શકે અને કેટલેક ભાગ તે બાકી રહે. તમસ્કાયની પેઠે આ કણરાજીઓમાં પણ ગૃહ (ગામ) વગેરેને સંભવ નથી તેમજ અહીં સૂર્ય, ચન્દ્ર કે તેનાં કિરણોને માટે સ્થાન નથી. અહીં મેઘ-વૃષ્ટિ, વીજળી, ગર્જના વગેરે જે થાય તે દેવકૃત જાણવી. એ કંઈ નાગકુમાર દેવતાએ કરેલ છે, એમ ન સમજવું કેમકે ભગવતીની ટીકામાં કહ્યું છે કે અસુર એવા નાગકુમારે અહિંયા સુધી આવે એ સંભવિત વાત નથી.
આ કૃષ્ણરાજીઓનાં (૧) મેઘરાજી, (૨) મઘા, (૩) માઘવતી, (૪) વાતપરિઘ, (૫) વાત-પ્રતિક્ષોભ,(૬) દેવ–પરિઘ અને (૭) દેવ-પ્રતિક્ષેભ એવાં સાત સાથે નામાંતર છે.
આઠ કૃષ્ણરાજીએનાં આંતરાઓમાં આઠ લેકાન્તિક-વિમાને છે. જેમકે આત્યંતર પૂર્વ અને ઉત્તર કૃષ્ણરાજીઓની વચ્ચે “અર્ચિસ્” નામનું વિમાન, બાહા અને આત્યંતર બે પૂર્વની કૃણરાજીઓની વચ્ચે અર્ચિર્માલી,” આભ્યતર પૂર્વ અને દક્ષિણ વચ્ચે વિરેચન, બાહ્ય અને આત્યંતર બે દક્ષિણની વચ્ચે પ્રભંકર, આત્યંતર દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે “ચંદ્રાભ,” બાહ્ય અને અત્યંતર પશ્ચિમની વચ્ચે “સૂરાભ', આત્યંતર પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે “શુક્રાભ અને બાહ્ય અને આત્યંતર ઉત્તર વચ્ચે “સુપ્રતિષ્ઠાભ' વિમાન છે. બધી કૃષ્ણરાજીઓની મધ્યમાં “રિકાભ' નામનું નવમું વિમાન છે. આ વિમાનમાં અનુક્રમે (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વહિ, (૪) વરુણ, (૫) ગર્દય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય અને (૯) રિષ્ઠ એ નામના
કાતિક દે વસે છે. આ વિમાની સ્થાપના માટે સ્થાનાંગ (સૂ. ૬૨૪)ની શ્રીઅભયદેવસૂરિકૃત વૃત્તિનું ૪૩૨ મું પત્ર જેવું
૧ પ્રેક્ષકોને બેસવા માટે બનાવેલું એક જાતનું આસન, અખાડા જેવું સ્થાન.
૨ કઈ મહર્દિક દેવ ત્રણ ચપટી વગાડીએ એટલામાં જંબુદ્દીપની એકવીસ વાર પ્રદક્ષિણા કરીને પાછો આવે એ ગતિને અત્ર નિદેશ છે.
૩ આનું બીજું નામ “મા” છે. જુઓ પ્રવચનસારે દ્વારની વૃત્તિનું ૪ર૧ મું પત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org