________________
૨૪૨
વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ केचित् पुण्यं विधायात्र, सामान्यं देवयोनिषु ।
किल्बिषिकादयो जाता, दुःखिनः किङ्करा इव ॥२३५॥ દેવ-ગતિમાં દુઃખો–
–“કેટલાક અહિંયા સાધારણ પુણ્ય કરીને દેવ-નિઓમાં ચાકરેની જેમ દુઃખી એવા કિબિષિકાદિ તરીકે ઉત્પન્ન થાય છે.”—ર૩૫
नितान्तसेवया चित्ते, खिद्यन्ति ते मुहुर्मुहुः ।
तथा परश्रियं दृष्ट्वा-ऽधिकां न्यूनां च स्वां श्रियम् ॥२३६॥ પ્રસ્તુતનું સ્પષ્ટીકર
લે –“તેઓ નિરંતર ચાકરી કરવાથી તેમજ પિતાની સંપત્તિ ઓછી અને પારકાની એથી વધારે જોઇને વારંવાર મનમાં ખેદ પામે છે.”-ર૩૬
परदेवीं सुरूपां ते, संहृत्य कामविह्वलाः ।
कृष्णराजीविमानेषु, लीनाः स्युस्तस्करा इव ॥२३७॥ દિવ્યાંગનાનું અપહરણ
પ્લે –“કામાતુર થયેલા તેઓ ચોરોની જેમ સુન્દર રૂપવાળી પારકી દેવીનું હરણ કરી કૃષ્ણરાજી વિમાનને વિષે રહે છે.”-ર૩ કૃષ્ણરાજીનું સ્વરૂપ– | સ્પષ્ટી–પાંચમા બ્રહ્મલોક નામના દેવલોકમાં ત્રીજું રિઠ નામનું પ્રસ્તટ છે. અહીં “તમસ્કાયની સ્થિરતા છે. તેના રિષ્ઠ નામના ઈન્દ્ર-વિમાનની ચારે બાજુએ સચિત્ત-અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ કૃષ્ણ પુદ્ગલની શ્રેણિમય બે બે કૃષ્ણરાજીઓ છે. પૂર્વ દિશાની બે કુરાજીએ દક્ષિણ ઉત્તર પહેલી અને પૂર્વ પશ્ચિમ વિસ્તીર્ણ છે. દક્ષિણ દિશાની બે કૃણરાજી પૂર્વ પશ્ચિમ પહેલી અને ઉત્તર દક્ષિણ વિસ્તીર્ણ છે. ઉત્તર દિશાની બે કૃષ્ણરાજીએ દક્ષિણની જેમ પૂર્વ પશ્ચિમ પહેલી છે અને પશ્ચિમ દિશાની બે કૃષ્ણરાજી પૂર્વની જેમ દક્ષિણ ઉત્તર પહેલી છે. પૂર્વ અને પશ્ચિમ દિશામાં એકેક જે બહાર કણરાજી છે તે બંને જણ છે અને દક્ષિણ અને ઉત્તર દિશામાં એકેક જે બહાર કૃષ્ણરાજી છે તે બંને વિકેણ છે. આત્યંતર ચારે કૃષ્ણરાજીએ ચતુષ્કોણ છે.
૧ એના સ્વરૂપ માટે જુઓ ક્ષેત્રલેકપ્રકાશ (સ. ૨૭, પ્લે. ૧૬૧૧૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org